________________
૩૪૭
અને વિપરીત જ્ઞાનની માયા ક્યારે ય મટવાની નથી. પ્રશ્નના જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! સંસારના પંડિતોએ ગમે તેવા દ્રવ્યોની કલ્પના કરી હોય તો પણ તે બધા ય કાં તો તે દ્રવ્યત્વને પ્રાપ્ત થઈ શકતાં નથી અથવા તો આગળ કહેવાશે તે છ દ્રવ્યોમાં સમાવેશ પામી શકે છે.
ગુણ અને ગુણીનો તાદામ્ય સંબંધ સૌને પ્રત્યક્ષ છે તો પછી શમવાયને માનવાની આવશ્યકતા રહેતી નથી. પહેલા તો, ગુણી ને ગુણો ક્યારે ય જૂદા પડતા નથી. બેશક ! તારતમ્ય ભાવને લઈ ઓછાવત્તાપણું થાય તેમાં કંઈ પણ કહેવાપણું નથી.
સામાન્યવિશેષને પણ જૂઘ માનવાની જરૂર નથી કેમ કે ઘટ જયારે ઉત્પન્ન થાય છે, ત્યારે ઘટત્વ નામનું સામાન્ય સ્વયં ઉત્પન્ન થઈ જાય છે. તેવી રીતે લાલ રંગનો ઘડો આમાં પણ લાલ વિશેષણને ભાડુતી માનવાની જરૂર નથી પણ વસ્તુમાત્રમાં વિશષધર્મો સ્વત:રિપજી છે. જયારે જલ્પા વિતંડાવાદની ભાષા સભ્ય પુરૂષોની હોઈ શકે જ નહિં. સંસા૨ના માનવોને સુખ, શાન્ત અને સમાજની ચાહના જ હોય તો તેના માટે શમ્યજ્ઞાન જ સર્વગ્રાહી ઉપાદેય છે. જીવ (ચેતન) અજીવ (જડ) આ બે દ્રવ્યોના મિશ્રણ સિવાય ત્રીજો પદાર્થ ક્યાંય દેખાતો નથી. તેમ જ કોઈએ જોયો પણ નથી. તેથી સારી રીતે જાણી શકાય છે કે ચેતન અને જડ આ બે તત્ત્વો મુખ્ય છે. જેમાં થોડી