________________
૩૪૬
જેથી કેવળ જ્ઞાનની જયોત પ્રાપ્ત કરી શકું. (૪) સંસા૨ના જીવોને જાતિવાદ, સપ્રદાયવાદ, અને
મિથ્યાજ્ઞાનમાંથી બહાર લાવીને સત્યસ્વરૂપ આત્મધર્મમાં સ્થિર કરી તેમને મુકિતમાર્ગ
બતાવનારો થાઉં. (૫) માયામૃષાવાદનું પોષણ કરે તેવાં હિરણકાદ ક્રિયાકાંડોનો
ત્યાગ કરાવી તેમને અહિરાક ક્રિયાના માલિક બનાવના૨ થાઉં.
ઈત્યાદિ ભાવદયાથી પ્રેરાઈને, તીર્થંકર પરમાત્માના જીવો સંયમ સ્વીકાર કરીને મોહકર્મના મૂળિયા ઉખેડી નાખે છે. કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે, જાણે “વિશ્વપાર જ મૂર્ત તર્ક [ નિંતિ. 'વિશ્વના ઉપકાર માટે જ ઉપાર્જત તીર્થંકર નામ કર્મનો ઉદય થાય છે. સમવરા૨ણમાં બિરાજમાન થઈ યથાર્થવાદની દેશના આપે છે.
ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભો !દ્રવ્યો કેટલા પ્રકારે હોઈ શકે છે ? ગતમ સ્વામી ચા૨ જ્ઞાનના માલિક છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાની ચરમસીમામાં પ્રવિષ્ટથઈ ગયેલા છતાં પણ જગત જીવોના કલ્યાણ માટે દ્રવ્યો સંબંધી પ્રશ્નો પૂછે છે.
જીવોને જયાં સુધી દ્રવ્યોનું સત્ય સ્વરૂપ જાણવામાં ન આવે ત્યાં સુધી તેમનું મિથ્યાજ્ઞાન, શ્રમજ્ઞાન, સંશયજ્ઞાન