________________
૩પ૧
ઈતિહાસને પણ સ્કૂલના માસ્તરો દ્વારા જાણવી પડે અને સાચી માનવી પડે છે. તો પછી જે અતીન્દ્રિય જ્ઞાની છે, તેમનાં જીવનમાં રાગ છેષ ન હોવાથી તેમને અસત્યભાષણનું પ્રયોજન રહેતું નથી, માટે જ શર્વથા સત્યભાષણ અરિહંત પ૨માત્માઓનુ હોવાથી તેમની કરેલી પ્રરૂપણા ને માનવાની જ રહી.
બીજી વાત આ છે કે ઘણા પદાર્થો ચક્ષુગોચ૨ ન હોય પણ સ્પર્શેન્દ્રિય ગોચ૨ હોય તો માનવા જ પડે છે.
બીજી વાત આ છે કે, ૫ લાખ યોજન રાશિલાના અન્તમાં કોઈએ ભીંત બનાવી નથી. તો પણ સિદ્ધાત્માને અલોકાકાશમાં જતો રોકનાર તો ધર્મારૂકાય જ છે, કારણ કે અલોકાકાશમાં તેની સત્તા હર હાલતમાં પણ નથી, માટે સિદ્ધના જીવોને આગળ જવા માટે શક્યતા નથી. તેવી રીતે ગતિમાં સહાયક ધર્માસ્તિકાયની સત્તા પણ લોકાકાશના અન્તમાં વિરામ પામે છે તેથી અલોકાકાશમાં જવા માટે સહાયક ન હોવાથી તે ત્યાં જઈ શકવા માટે સમર્થ નથી.
જૈનશાસનની આ મર્યાદાને શંકરાચાર્ય જાણતા ન હોવાના કારણે કહી શકે છે કે જૈનોના તીર્થંકરો હજી પણ આકાશમાં ભટકી રહ્યાં છે પણ હકીકતમાં ધર્માસ્તિકાયના અભાવે જીવ રિપદ્ધશિલાને ઉલ્લંઘી શકતો નથી અને અધર્માસ્તિકાયના કારણે જીવો રિપદ્ધશિલાના અન્તમાં