________________
૩૭૬
શાસ્ત્ર નિષિદ્ધ આ કલ્પના કરતાં પહેલી કલ્પના બંધ બેસતી છે. કેમકે સિદ્ધાંતમાં એક શરીરની જઘન્ય અવગાહના લોકાકાશના અસંખ્યાતમાં ભાગ જેટલી છે. અને લોકોકાશનો અસંખ્યાતમો ભાગપણ અસંખ્યાત પ્રેદશાત્મક
છે.
શંકા:- જીવો અનન્ત છે, એવું અમે સાંભલતા આવ્યા છીએ. તો તેમના શરીરોમાં પણ અનન્ત હોવા જોઈએ છતાં આપશ્રી અસંખ્યાત કેમ ફ૨માવો છો. જવાબમાં જાણવાનું કે, પ્રત્યેક શરીરી એટલે કે સાધારણને, છોડી શેષ જીવો અસંખ્યય છે. જ્યારે સાધારણ જાતિમાં રહેલા જીવો અનન્ત છે. શી રીતે ? જવાબમાં ફરમાવ્યું કે, સાધારણમાં રહેલા છે. એટલે કે એક શરીરમાં અનન્ત જીવો ૨હે તે અનન્ત કાય કહેવાય છે. માટે દરેક જીવો અનન્ત હોવા છતાં પણ તેના શરીરને અસંખ્ય છે. તેમ કહેવામાં વાંધો નથી.
મુકત જીવો અર્થાત્ ભવાન્ત૨ શમયે યા મોક્ષ ગમન સમયે જીવો જે ઔદા૨ક શરીરોનો ત્યાગ કર્યો છે. તે શરીરો અનન્ત છે. પ્રતિશયમે એક એક શરીરની સ્થાપના કર્યો અનન્ત ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓનો જે સમય હોય તેની તુલ્ય હોય છે.
દ્રવ્યથી અભવ્ય જીવાત્માઓ, દ્રવ્યાખ્યાથી અનન્ત ગુણા છે, અને સિદ્ધાત્માઓની અપેક્ષા અનન્ત ભાગે છે.