________________
૩૮૧
આહારક શરીર.
આ શરી૨ ચતુર્દશપૂર્વધારી રિવાય બીજે ક્યાંય પણ હોતું નથી. દેવો, દેવેન્દ્રો, ચક્રવર્તીઓ કે વાસુદેવો ગમે તેટલા શતરા૫ા હોઈ શકે છે. પણ સંસા૨ની કેટલીય વસ્તુઓને પ્રાપ્ત ક૨વા માટે શારીરિક શકિત કામે નથી આવતી અને ખાસ જાણવાનું કે સંયમની શકત તેના કરતાં પણ ઘણી વધારે છે. આ કારણે જ ચક્રવર્તીઓ કે ઈન્દ્રોના મસ્તક પણ સંયમી ને ઝુકે છે. માટે છઠ્ઠાગુણ સ્થાનકે સ્થિત ચતુર્દશ પૂર્વલબ્ધ શમ્પા આત્માને જ આ શરી૨ ગ્રહણ કરવાની શકિત શુલભ હોય છે. વિ૨હ કાળ જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ માસ છે. બદ્ધ આહા૨ક શરી૨ ક્યારે હોય અને કયારે ન હોય. યદિ હોય તો જધન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી બે હજા૨થી નવ હજાર સુધી જાણવા જયારે મુફત આહા૨ક શરીરો અનન્ત છે.
જીવોથી મૂકાયેલા આહા૨ક શરી૨ જયારે અનન્ત છે. ત્યારે આપણા આત્માનો પણ નંબર લાગ્યો જ હશે ? કેટલી વા૨ આહા૨ક શરીર આપણાથી મૂકાયું હશે તે ભગવાન જાણે... હકીકત આ છે કે તેનાથી આગળ આપણે વધી ન શકયા. કારણમાં શરીરની, તથા સંસારની માયા શિવાય બીજું કયું કારણ ? અને સંસારની માયામાં પણ વિષયવાસનાની માયા. કષાયોની માયા, ઈન્દ્રયોની ગુલામી અહંતત્વની જો૨દા૨ ઉપાસના રિાવાય બીજુ કંઈ માયા ?