________________
૩૮૮
से किं तं भावप्पमाणे ? तिविहे पण्णत्ते, तं जहा गुणप्पमाणे, નધ્યમાળ સંખ્યામાં (સૂ, ૧૪૬).
ભાવ પ્રમાણના આ ત્રણ ભેદો છે.
થવું તે ભાવ છે. વસ્તુમાત્રમાં જ્ઞાનાદિ અને વર્ણાદિનો પરિણામ થયા કરે છે. સારાંશકે ઈક સમયે જ્ઞાનાદિ વડે છવોમાં પરિણામ અને કોઈક સમયે વર્ણાટને લઈ જીવોમાં કે વસ્તુમાં પરિણમન થયા કરે છે. તે ભાવ છે પ્રીમતિ અર્થાત્ વસ્તુનો પરિચ્છેદ(જ્ઞાન) થવામાં તે કારણ છે માટે તેની પ્રમાણતા જાણવી. જેના વડે વસ્તુ(પદાર્થ)નો પરિચ્છેદ થાય તે પ્રીમતિ છે. આવું જ્ઞાન ત્રણ પ્રકારે થાય છે.
ગુણપ્રમાણ વડે. નયપ્રમાણ વડે.
અને સંખ્યા પ્રમાણ વડે. તેમાં ગુણપ્રમાણ એટલે જ્ઞાનાદિ ગુણો જ પ્રમાણ હોવાથી તેને ગુણપ્રમાણ કહે છે.
અનન્ત ધર્માત્મક વસ્તુના એક અંશનું જ્ઞાન તે નયપ્રમાણ છે.
અને સંખ્યાન અર્થાત્ સંખ્યા જ પ્રમાણ હોય તે સંખ્યાપ્રમાણ છે.