________________
૩૬૩
(૧) ઔદારક શરીર.
દેવાધિદેવ તીર્થંકર પરમાત્માઓ અને ગણધર આદિ ભગવંતો જેવા મહાપુરૂષોના શરીરની અપેક્ષાએ તથા બાકીના ચારે શરીરો કરતાં પણ શ્રેષ્ઠતમ, ઉદા૨ તત્ત્વોથી પરિપૂર્ણ હોવાના કારણે આ શરીર ઔદારેક કહેવાય છે. અથવા કંઈક વધારે હજા૨ યોજનના પ્રમાણવાળું અને શેષ શરીશે ક૨તાં મોટું હોવાથી ઘ૨ક કહેવાય છે. માટે જ દેવદુર્લભ છે. કેમ કે :- મુકત-મોક્ષમાં જવા માટે આ શરી૨ જ મુખ્ય દ્વાર છે. જેની પ્રાપ્તિમાં પૂર્વભવના ઘણા ભવોમાં કરેલા પુણ્યકર્મો કામ કરતા હોવાથી સંસા૨ની અનંત જીવશમાં, અપેક્ષાયે ઔઘરેક શરી૨ ધારી માનવવધારે સુખી દેખાય છે. બેશક !ક્રિયમાણ પુણ્યકર્મોની સાથોસાથ પાપકર્મો વધારે પડતાં પાપકર્મો જયારે મિશ્રિત થાય છે, ત્યારે હલ્કી ખાનદાની મળે, ગરીબાઈ વધારે રહે, ત્રણ સાંધતા તેર તૂટે, વસ્ત્ર, ભોજન, ૨હેઠાણ. મિત્રમંડળી, કુટુંબ પ૨વા૨ની અનુકૂળતા ન રહે, તેમ છતાં અનુભવ આમ કહે છે કે બીજી જીવસૃષ્ટિ કરતાં માનવસૃષ્ટિને કુદરતની મદદ વધારે મળે છે. પૃથ્વી, પાણી, આંને, વનસ્પતિ, સૂર્ય-ચન્દ્રનું તેજ અને છાયા સૌને માટે એક શમાન જ છે. મતલબ કે કુદરતને ત્યાં કોઈનો પણ પક્ષપાત નથી જ છતાં જે ભેદ રેખા દેખાય છે તે સ્વાર્થાન્ત માનવટ્ઝર્જત છે.