________________
૩૯
પછી જ શરી૨ પર્યાપ્તનો ઉદય કાળ રાહ જોઈને બેઠો છે. આ બધી ઘટનાઓમાં ઈશ્વ૨ ક્યાં ય દેખાતો નથી. કોઈએ દેખ્યો નથી. અને હજા૨ પ્રયત્ને દેખાશે પણ નહિ. છતાં સંસા૨નું સંચાલન વિના રોક ટોક અવિરત ચાલુ જ છે.
ઉત્પત્તિ સ્થાને આવતાં જ અપર્યાપ્ત કે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જીવો પ્રથમ સમયે જ પુગલો ગ્રહણ કરે છે અને તે સમયથી જ કર્માનુસા૨ શરીરાદિ પર્યાપ્તની ૨ચનાનું કાર્ય શરૂ થાય છે.
તૈશ શરીર નામકર્મ ધ્રુવોદયી છે તેથી ઉદયનિરંતર ચાલુ હોય છે.
આ શરી૨ જેમ ખાધેલું પચાવે છે. તેમ સામે વાળાને શાપ કે આશીર્વાદ દેવામાં પણ સમર્થ છે. બેશક ! આ લબ્ધનો વિકાસ જીવે કર્યો છે કે નહિ ? કેટલા પ્રમાણમાં કર્યો છે ? તે વાત જુદી છે. માનવ પોતાના જીવનમાં સમતા, દયા, પ્રેમ, સંહિષ્ણુતા ઉપરાન્ત પરોપકારતાના ગુણો કેળવે ! તો તેમના આશીર્વાદથી બીજાઓનું ભલું થાય છે. તેમાં નવાઈ નથી. તેવી રીતે વૈરભાવ, ક્રોધભાવ અંદનો વિકાસ કરશે તો વાતે વાતે બીજાઓને શાપ દીધા કરશે. સારાંશ કે...
સૌને આશીર્વાદ દેવા અને સૌના આશીર્વાદ લેવા તે દેવતાઈ ગુણ છે અને શૌને શાપ કેવા કે લેવા તે રાક્ષસી