________________
૩૬૧
પણ ચાહે તે વિગ્રહ ગતિમાં હોય કે અવગ્ર ગતિમાં હોય તો પણ તૈકશ અને કાશ્મણ શરી૨ આત્માની સાથે જ ૨હે છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે આ બન્ને શરીરો પ૨મસૂમ છે એટલે ચક્ષુગોચર નથી. અપ્રતિઘાત એટલે આ બને શરીશે કોઈનાથી પણ પ્રતિઘાત થતાં નથી તેમ પોતે પણ કોઈને પ્રતિઘાત કરતાં નથી. જીવાત્માની સાથે અનાદ સંબંધથી સંબંધિત છે. એટલે કે જીવ સૌ પ્રથમ કર્મ વિનાનો હતો પછી સંસારની માયામાં લપાયો અને કર્મોથી સંબંધિત થયો. આ વાત જૈન શાસનને એટલા માટે માન્ય નથી કે કમ વિનાનો જીવાત્મા કયારે ય હતો નહિ અને કર્મમુકત જીવાત્માને કયારે ય ક લાગતા નથી. (ઘઉ) ગેડુંના બીજમાંથી બીજતત્ત્વ બળી ગયું હોય પછી તેને અંકુરો કયાંથી કુટવાનો હતો. આવી રીતે જીવ ચાહે બ્રહાલોકનો બ્રહ્મા હોય, દેવલોકનો દેવેન્દ્ર હોય તો પણ કર્મમુફત ન હોવાથી તેમને પણ કમના કારણે જન્મ મરણ ક૨વા સર્વથા અનિવાર્ય છે માટે જ બ્રહ્માઓ અને ઈન્દ્રો પણ અસંખ્ય થયા છે અને થશે. અવતારી આત્માનો ભેદ જૈનશાસનને માન્ય નથી કેમ કે જૈન શાસને સંપંરી અને મુક્ત જીવ આ પ્રમાણે જીવોના બે ભેદ જ માન્યા છે. અવતારીને અવતાર એટલા માટે લેવાનો છે કે તે હજી સંસારી છે. આ કારણે જ આ બન્ને શરીરે સંસારી જીવમાત્રને હોય છે.