________________
зЧО
છે. સારાંશ કે ધર્માસ્તિકાયની માફક તેના દેશો અને પ્રદેશો પણ ગતિ સહાયક બને છે માટે દેશ, પ્રદેશ અને ધર્માસ્તકાય આમ ત્રણ ભેદ પડે છે તેવી રીતે અધર્માસ્તિકાય અને આકાશસ્તકાયના પણ ત્રણ ત્રણ ભેદ જાણવા.
અબ્બાસમય - આમાં એક વચન હોવાનું કારણ વર્તમાનકાલ એક જ સમય રૂપ હોય છે અને અતીત (ભૂતકાલ) નિશ્ચયનયના મતે વિનષ્ટ થઈ, ગયેલો હોવાથી અને અનાગત (ભવિષ્યકાલ) હજી અનુત્પન્ન હોવાથી અશત્ છે. આ કારણે જ એક સમય પ્રમાણ કાલ દ્રવ્યની દેશ પ્રદેશની ચિંતા કરવાની નથી. કેમ કે એક જ સમયમાં, શાર્વથા નિરંશ હોવાથી દેશ-પ્રદેશની કલ્પના અસંભવિત છે. આ પ્રમાણે. અરૂપી અજીવ દ્રવ્યો દશ પ્રકારે પૂર્ણ થયા. રૂ૫, ૨શ, ગંધ અને સ્પર્શ જેમાં નથી તે અરૂપી હોવાથી ચક્ષુગોચર નથી.
ચક્ષુગોચર ધર્માસ્તિકાયાદ નથી તો તેમને માનવા શા માટે ? જવાબમાં જાણવાનું કે સંસારમાં ઘણા પદાર્થો તેવા છે જે ચક્ષુગોચર ન હોવા છતાં માનવા જ પડે છે. આ પણી ચોથી પેઢીના આગેવાન કોણ હતાં ? કયા નામે હતાં ? કેવા સ્વભાવના હતાં ? તે આપણે મુદલ જાણતા નથી છતાં રાગ, દ્વેષના ભરેલા આપણ માતાપિતાના કહેવાથી માનવા પડે છે, દેશ દેશાન્ત૨ની વાતોને, ભૂગોળને