________________
૩૪૮
ઘણી પણ ચેતના, જ્ઞાનસંજ્ઞા દેખાય તે જીવ છે. ચાહે પછી તે વન૨ર્પતમાં હોય કે શહેનશાહમાં હોય તે બધા ય જીવ દ્રવ્યો છે. અન્યથા જમીનમાં ગેહું આદિના દાણા પડતાં જ અંકુરા કયાંથી થાય. તેને ડાળો, ફળો પાંદડાઓ પણ ક્યાંથી હોય ? જમીનમાંથી લાખો કરોડો ટન, લોખંડ, પત્થ૨, સોનું, ચાંદી, પિત્તલ, તાંબુ, કોલસા આદિ નીકળે છે છતાં તે દ્રવ્યો ક્યારે ય ખૂટયા નથી. જ્યારે જડ પદાર્થ જે અજીવ છે તેમાં ક્યારે ય ચેતના દેખાતી નથી, કોઈએ જોઈ પણ નથી. અને હજા૨ પ્રયત્ન કર્યે કોઈ જોઈ શકવાનો નથી. આ કા૨ણે જ યથાર્થવાદી, સર્વજ્ઞ સર્વદર્શી ૫૨માત્માઓ ફ૨માવે છે કે, જીવ અને અજીવ રૂપે દ્રવ્યો બે જ છે.
ત
હે પ્રભો
અજીવ દ્રવ્ય કેટલા પ્રકારે છે ?
સૂત્રમાં જીવ દ્રવ્ય પ્રથમ સ્થાને હોવા છતાં અજીવ દ્રવ્ય માટેનો પ્રશ્ન શા માટે ? જવાબમાં જાણવાનું કે, જીવ દ્રવ્ય માટેનું વક્તવ્ય થોડું હોવાથી સૌ પ્રથમ અજીવની ચર્ચા કરી લેવામાં બાધ નથી. તે રૂપી અજીવ દ્રવ્ય અને અરૂપી અજીવ દ્રવ્ય રૂપે અજીવના બે ભેદ છે. રૂપી એટલે જેમાં ૨૫ર્શ, ૨૨, ગંધ અને વર્ણ હોય તે રૂપી કહેવાય છે અને જેમાં આ ચારે ગુણો ન હોય તે અરૂપી કહેવાય છે.
અરૂપી અજીવ દ્રવ્યો કેટલા પ્રકારે છે ?