________________
૩૫૫
આકાશમાં ચન્દ્ર અને સૂર્યની હાજરી અચૂક હોય જ છે. તેવી રીતે અરિહંત તીર્થકરોની હાજરી પણ શાર્વથા અનિવાર્ય છે. કોઈક સમય પણ તેવો નથી જેમાં તીર્થંકર પરમાત્માઓની અવદ્યમાનતા હોઈ શકે. બેશક ! ભરત અને ઐરાવત ક્ષેત્રમાં તીર્થંકશેની હાજરી સદાકાળ માટે નથી હોતી પણ મહાવિદેહ ક્ષેત્રમાં તો શદાકાલ તેઓ; વિધમાન હોય જ છે. અત્યારે પણ પાંચ પાંચ મહાવિદેહના મળી ૨૦ તીર્થંકશે છે. અસંખ્ય દ્વીપ સમૃદ્ધો આ ભૂખંડમાં છે. તેમાં અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં આવેલા ભ૨ત ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રમાં જ તીર્થંકશે, ચક્રવર્તીઓ, વાસુદેવો, બલદેવો અને પ્રતિવાસુદેવો તેમ જ ધર્મની આરાધના ૨હેલી છે. જ્યારે અઢી દ્વીપના અન્ય ક્ષેત્રો જે અકર્મભૂમિઓ છે તેમાં તીર્થંકશે આદિનો જન્મ નથી ગમનાગમન નથી તેમ જ કોઈ ધર્મારાધના નથી.
વધારેમાં વધારે ૧૭૦, તીર્થંક૨ અને ઓછામાં ઓછા ૨૦ તીર્થકરોની વિદ્યમાનતા હોય છે. આવી પરિસ્થિતિમાં સિદ્ધશિલામાં અનન્ત આત્માઓ પ૨માત્મપદને ભોગવી હ્યાં છે. જૈનશાસનની અકાય માન્યતા છે કે સિદ્ધશિલાના આત્માઓ બધા ય પરમાત્મા છે જે ચારગત રૂપ સંસા૨ના દેવો, દેવેન્દ્રો, માનવો, ચક્રવર્તીઓ. વાસુદેવો અને રાજા મહારાજાઓને માટે સર્વથા અને સર્વદા પૂજય છે, આરાધ્ય છે, વંદનીય છે માટે તેમની પૂજા કરીને વન્દના કરીને