________________
૩૫૮
૨ણમેદાનમાં રામને મારી નાખવાનો ભાવ રાખનાર રાવણને
શા માટે બનાવ્યો ? કૃષ્ણના માથા પ૨ કંશ, દુર્યોધન, શિશુપાલ, અને જરાસંઘ જેવા શત્રુઓને ન બનાવ્યા હોત તો પરમાત્માને શું વાંધો હતો ?
કાચ તમે કહેશો કે - કર્યા કર્મો તો સૌ કોઈને ભોગવવા જ પડે છે. તો પછી સૌથી વધારેમાં વધારે બળ ધરાવનારી કર્મસત્તા જ રહી પછી બેચારા ઈશ્વરને વચ્ચે લાવવાની જરૂર નથી જ.
ઈત્યાદિ કારણોને લઈ અરિહંતોનું શાસન અવતા૨વાદને માનવા તૈયાર નથી.
સંસા૨ના સંચાલનમાં ઈશ્વરીય હસ્તક્ષેપ નથી. પણ વિશિષ્ટ શક્તિ રાષ્પન્ન શાંસારી આત્મા ચાહે ચક્રવર્તી હોય, વાસુદેવ (અર્ધચક્રવર્તી) હોય બલદેવ હોય યા રાજા મહારાજા હોય તેઓ જ પોતાની શંકતવિશેષથી સંસારનું આધિપત્ય ભોગવે છે અને જયારે રાંસા૨ના ભોગવટામાંથી વૈરાગ્યભાવ, ઉદાસીનભાવ, અનિર્મમત્વભાવનો પ્રાદુર્ભાવ થાય છે. ત્યારે સારા સંસારની માયાનો ત્યાગ કરી, રાંયમી બને છે, તપસ્વી બને છે અને કર્મોનો ખાતમો કરી કેવળજ્ઞાનના માલિક બને છે. અર્થાત્ શત્ય સ્વરૂપે પરમાત્મા બને છે, આવા પરમાત્માઓને સંસાર સાથે સંસારની માયા સાથે કંઈ પણ લેણાદેણી નથી હોતી. કેમ