________________
૩૪
શકે છે.
શંકા :- ઠાંસી ઠાંસીને વાળાગ્રો ભરેલા હોય ત્યારે આકાશ પ્રદેશથી અસ્કૃષ્ટ કંઈ રીતે હોઈ શકે ? જવાબમાં જાણવાનું કે જેમ એક કોઠામાં, મોટા મોટા કોળાઓ પૂર્ણ રૂપે ભરી દીધેલા હોય તે સમયે સૌ કોઈને લાગે કે કોઠો પૂર્ણ રૂપે ભરેલો છે. પણ જાણવાનું કે કોળા મોટા આકારે હોવાથી એક અને બીજા કોળાની વચ્ચે ઘણી જગ્યા અવકાશવાળી હોવાથી તેમાં બીજોરા નાખવામાં આવે તો પણ બે, ત્રણ, ચાર, પાંચ કોળાઓના પોલાણમાં જે જગ્યા ૨હેલી છે. તેમાં બીજોરા સમાઈ શકે છે. બીજા પણ મોટા હોય છે. તેના પોલાણમાં વિલ્વો, તેનાથી નાના બોર, રા૨શવ, છેવટે ગંગા નદીની બારીક રેત પણ નાખીએ તો પણ કોળાઓથી અપૃષ્ટ ૨હેલા આકાશ પ્રદેશોમાં બંધાય રામાઈ જાય છે. તેવી રીતે આકાશ પ્રદેશો સૂક્ષ્મ છે અને એક એક વાળાગ્રના અસંખ્ય ટૂકડા સ્થળ છે માટે અવકાશ હોવાની સંભાવના છે. અથવા અત્યન્ત નિબિડ ૨સ્તભમાં પણ લોખંડની ખીલીનો સમાવેશ થાય છે. તેવી રીતે હે પણ જાણવો.
આ ક્ષેત્ર પલ્યોપમ, દષ્ટિવાદના કેટલાક પદાથન માપવા માટેનું પ્રયોજન છે.
આ પ્રમાણે ઉદ્ધા૨, અદ્ધા અને ક્ષેત્ર પલ્યોપમની તથા સાગરોપમની વાતો પૂર્ણ થઈ છે.