________________
તે ભાગ્યશાળી શમ્યગજ્ઞાનનો માલિક શગૂજ્ઞાની, રામ્યગદર્શન અને શમ્મચારિત્રનો માલિક શમ્યગુદર્શની અને સમ્યફચારિત્રી કહેવાશે અને અપ્રશસ્તભાવ ક્રોધ, માન, માયા, લોભાદિ એટલે જ્યારે ક્રોધનો, માનનો, માયાનો અને લોભનો ઉદયભાવ વર્તતો હોય ત્યારે માનવપણ ક્રોધી, માની, માયાવી અને લોભી કહેવાય છે.
કેમ કે કર્મોના ઉદયથી થનાશ વૈકારિકભાવો ક્યારેય આત્માના ધર્મો હોઈ શકે નહીં માટે તે અપ્રશસ્ત છે. પ્રમાણપદેન.
જેનાથી વસ્તુનો નિશ્ચય થાય તે પ્રમાણ છે. તે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ભેદે ચાર પ્રકારે છે.
નામ પ્રમાણ:
એક વ્યકિતને બીજી વ્યકિતથી જૂદી કલ્પવા માટે તેમાં નામનો ઉચ્ચારણ કરવાથી ઈષ્ટ વ્યકિતની ઓળખાણ થતા વાર લાગતી નથી. વસ્તુની જાણકારીમાં હેતુ હોવાથી તે નામ પ્રમાણ કહેવાય છે. જીવનો, અજીવનો, જીવોનો, અજીવોનો અથવા બંનેનો 'પ્રમાણ' આ પ્રમાણે નામ કરાય તે નામ પ્રમાણ છે. આ કેવળ નામ માત્રથી જ પ્રમાણ છે અને સ્થાપના, દ્રવ્ય તથા ભાવ માટે હેતૂ ભૂત નથી.