________________
૩૨૯
ત્યારે તેને જણાવવા માટે ઉપમાનો આશ્રય લેવો અંનવાર્ય છે. દેવો તથા નારકોની આયુષ્યમર્યાદા, તથા બાંઘેલા કર્મો આત્માના પ્રદેશો સાથે કેટલી મર્યાદામાં રહેશે ? ઈત્યાદિ પ્રશાંગોને કહેવા માટે સંખ્યાવાચક શબ્દો જયારે કોઈની પાસે પણ નથી હોતા ત્યારે શિષ્યોને ૨ામજાવવા માટે ઉપમા આપીને તે વાત શમાવવી પડશે, કેમ કે સંખ્યાની ગણત્રી શીર્ષપ્રહેલિકામાં સમાપ્ત થઈ જાય છે. માટે ઉપમાથી બનેલું હોય તે ઔપમક છે. જ્ઞાનતિશય વિનાના આપણા જેવાઓ ઉપમા વિના કાલની મર્યાદાને ગ્રહણ કરી શકવા માટે સમર્થ નથી.
પલ્યોપમ અને સાગરોપમ રૂપે ઔપમક બે પ્રકારે છે. આગળ કહેવાશે તેવા ધાન્ય માપવાના પલ્યની ઉપમા જેમાં દેખાય તેને પલ્યોપમ કહેવાય છે તથા સાગર (સમુદ્ર) ની ઉપમાને સાર્થક કરતો સાગરોપમ નામે બીજો ભેદ છે.
- ઉદ્ધાર પલ્યોપમ, અદ્ધાપલ્યોપમ અને ક્ષેત્રપલ્યોપમ રૂપે પલ્યોપમના ત્રણ ભેદ છે. તેવી રીતે ઉદ્ધા શાગરોપમ, અદ્ધાસાગરોપમ અને ક્ષેત્રસાગરોપમના પણ ત્રણ ભેદ છે. આગળ કહેવાશે તે વાતાગ્રોનો, તેના ખંડોનો પ્રત સમય તે ખાડામાંથી ઉદ્ધ૨ણ, અપહ૨ણ એટલે બહા૨ કાઢવો તે ઉદ્ધાર પલ્યોપમ છે. અને શો શો વર્ષે બહા૨ કાઢવો તે અદ્ધાપલ્યોપમ છે. તેવી રીતે ક્ષેત્રપલ્યોપમ પણ જાણવો.