________________
૩૩૨
સમુદ્રોની સંખ્યાની ગણના આ પલ્યોપમથી થાય છે. જે ૨૫ કોડાકોડી પલ્યોપમ પ્રમાણ છે.
અધ્યાપલ્યોપમ...
- સૂક્ષ્મ અને વ્યાવહારિક રૂપે બે પ્રકારે છે. પૂર્વોકત પ્રકારે, એક એક યોજન પ્રમાણ લાંબા ઉંડા અને પહોળા ખાડામાં તે વાલાઝો ભ૨વા, ઠાંસી ઠાંસીને ભરવા અને શો શો વર્ષે એક એક વાસાગ્ર બહાર કાઢવો જેટલો સમય લાગે તે વ્યાવહારિક અદ્ધાપલ્યોપમ કહેવાય છે અને દશ કોડાકોડી પલ્યોપમનો એક અદ્ધા સાગરોપમ છે. સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ માટે તે વાલાગનો અાંપેય ભાગ લેવો અને તેને શો સો વર્ષબહાર કાઢવો. તે સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ છે. ૧૦ કોડાકોડીનો સાગરોપમ કહેવાશે. ૧૦ કોડાકોડી ૨૧મ અદ્ધાપલ્યોપમ = ૧ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ.
આ અદ્ધાપલ્યોપમ કે સાગરોપમનું પ્રયોજન ના૨ક, દેવ, મનુષ્ય અને તિર્યંચ જીવાત્માઓના આયુષ્યનો નિર્ણય કરવાનું છે. અર્થાત્ ના૨ક દેવોના 33, સાગરોપમ કંઈ રીતે લેવા તેનો નિર્ણય આ અદ્ધાપલ્યોપમ આપે છે.
સૂત્રકાર જ ફ૨માવે છે કે, ચારે ગતના જીવોના આયુષ્યનો નિર્ણય અદ્ધા પલ્યોપમ કે સાગરોપમથી ક૨વાનો છે.