________________
-
૨૭૪
મોટી ઉમવાળાઓને...જૂદી જૂદી પદ્ધતિએ અર્થાત્ વ્યત્પત્તિથી, સમાસથી, તદ્દતથી, ઈતહાસથી, ભૂગોળથી, આગમથી અને છેવટે વ્યાકરણથી પણ જૂદા જૂદા શબ્દોનો તેના અર્થોનું વિશદજ્ઞાન થાય તે રીતે જ્ઞાન આપવામાં ઉદાર બન્યા છે. કેમ કે – આજનો વ્યુત્પન્ન મુનિ પણ એક દિવસે તો નવો નિશાળિયો જ હતો. માટે તેમને વ્યુત્પન્ન બનાવવાનાં અર્થે જ આ પ્રયાસ છે. મિઃ गोमान्, महिषीभिर्महिषीकः ऊरणाभिः ऊरणिकः उष्ट्रीभिः થ્રીપાત્રઃ આવી રીતે બીજા શબ્દે પણ જાણી લેવા.
જેમાં જીવ નથી તે અચિત્ત. જેમ કે છત્રણ છત્રી, દંડી, પટી, ઘટી, એટલે જેની પાસે છત્ર હોય તે છત્રી, છત્રવાળો, દંડવાળો, ધડાવાળો તેવી રીતે બની, ધનવાળો, આમાં છત્રાદિ શબ્દો ચત્ત છે.
જયારે મિશ્ર દ્રવ્ય, જેની પાસે હળ હોય તો હલક, શકટ હોય તે શકટી, ૨થ હોય તે ૨થી, નાવ હોય તે નાવિક, આમાં હળ, શકટ, ૨થ, નાવ આદિ અચિત્ત છે અને બળદો આદિ Íચત્ત છે. આ કારણે બંનેના સંયોગથી મિશ્ર કહેવાય છે.
ક્ષેત્ર સંયોગ – જેનો ક્ષેત્ર સાથે સંયોગ હોય તે ક્ષેત્ર સંયોગ. જેમ કે ભરતદેશમાં જન્મેલો અથવા ભારત દેશમાં જેનો નિવાસ છે. તે બધાય ભારતીયો કહેવાય છે.