________________
૩૧૬
પોર્રાતિ
૧૦ કોડાકોડી સાગરોપમની એક અવર્રાર્પણી હોય છે. તેને છ આરા હોય છે. ૪ કોડાકોડી સાગરોપમ-પહેલો આશે. ૩ કોડાકોડી સાગરોપમનો બીજો આશે, ૨ કોડાકોડી સાગરોપમનો ત્રીજો આશે, ૪૨ હજા૨ વર્ષ ન્યૂન ૧ કોડાકોડી સાગરોપમનો ચોથો આશે, ૨૧ હજા૨ વર્ષનો પાંચમો આશે અને ૨૧ હજા૨ વર્ષનો છઠ્ઠો આરો અને અવર્રાર્પણી પૂર્ણ થાય છે. સંસા૨ કોઈનાથી પણ ઉત્પાદ્ય ન હોવાથી અર્નાદિકાળનો છે. એક સમયને માટે પણ સંસારનો માનવ, પશુ, પંખી, કીર્વાદનો નાશ થતો નથી. તેમ તેમને કોઈ ઉત્પન્ન કરી શકતો નથી. સંસા૨ જેવો આજે છે. તેવો જ ભૂતકાળમાં હતો અને ભાવી કાળમાં પણ રહેવાનો. જીવોના કર્મો જૂદા જૂદા હોવાથી હવામાનને લઈ, જીવનધર્મમાં ફે૨ પડે તે સંસારનો સ્વભાવ છે. છતાં સર્વશ્રેષ્ઠ અને સૌને ઉપાદેય માનવધર્મ ક્યારે ય નાશ પામતો નથી. વનસ્પતિ
સૃષ્ટિ પણ માનવસમાજના પુણ્ય પાપને આધીન હોવાથી એક સમય તેવો હતો જ્યાં નજ૨ નાખો ત્યાં કલ્પવૃક્ષો જ પ્રચૂરમાત્રામાં દેખાતા હતાં. જેનાથી માનવમાત્ર પોતાની ક્ષુધા-પ્યાસ અને બીજા પણ ખાવાપીવાના પદાર્થોથી પોતાનો નિર્વાહ આરામ પૂર્વક કરી લેતો હતો. સામગ્રી જ એટલી બધી હતી કે, કોઈને પણ સંગ્રહ કરવાની, ચોરી ક૨વાની અથવા બીજાને અંગૂઠો બતાવવાની આવશ્યકતા
-