________________
૩૭
બાર યોજન જેટલા મોટા પણ હોય છે. તેમાં કેટલાય દેવદત્ત નરશંખો પણ હશે જ. માટે જ કહેવાયું હશે કે –
'पदे पदे निधानानि, योजने रसकुम्पिका । भाग्यहीना न पश्यंति, बहुरत्ना वसुन्धरा ॥
તેઈન્દ્રય જીવોની અવગાહના ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉની છે. તે અઢી દ્વીપની બહા૨ જન્મેલા કર્ણશૃંગાલી એટલે જૂ માટે છે. સારાંશ કે, અનન્ત સંસા૨ની અનન્તમાયાને છમસ્થો શી રીતે જાણી શકવાના હતાં. જીવવશેષ અને
સ્થાનવિશેષની આ વાત છે. સંસા૨માં અસંખ્ય દ્વીપો, અને સમુદ્રો છે, અનન્ત પર્વતો છે જેમાં નાના પર્વતો, મોટા પર્વતો અને બહુમોટા પર્વતો પણ છે, વનરાજીનો પાર નથી, નદીઓનો પાર નથી. તો તેમાં થનારા જીવોની લંબાઈ, મોટાઈની ખબ૨ ચર્મચક્ષુઓના માલિકોને શી રીતે પડશે ? આપણા ઘર આંગણે કાનખજુરા કે વિંછીઓને જોયા પછી પેપરોમાં તેનાથી પણ ચા૨ ગુણા કાનખજુરા કે વિંછીઓને જોઈએ સાંભળીએ ત્યારે આપણે માનવા પણ તૈયાર નથી હોતા તો પછી ભરતક્ષેત્રનો પ૨૬ યોજનની મર્યાદાવાળો છે અને તેનાથી ચાર કે ચાલીસ ગુણા મોટા ક્ષેત્રોમાં ભયંકર ઝંગળોમાં ચંદ ઈન્દ્રયની અવગાહના ત્રણ ગાઉની શા માટે ન હોઈ શકે ? પ૨જુ આ વાત મિથ્યાદર્શની, મિથ્યાભિમાનીને કે દુ૨ભવ્યને ન સમજાય તો આપણે શું