________________
30
અપકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય જીવો માટે પણ પૃથ્વીકાયકો પ્રમાણે જ અવગાહના જાણવી અને બધાઓના સામાન્ય, સૂક્ષ્મ પર્યાપ્ત, અપર્યાપ્ત, બાદ૨, પર્યાપ્ત અને અપર્યાપ્ત આંદ સાતે સ્થાનો જાણવા. કેવળ બાદ૨ પ્રત્યેક વનસ્પતિકાય પર્યાપ્તોની જધન્યથી અંગુલના અસંખ્યાતમે ભાગે અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે હજાર યોજનની અવગાહના જાણવી, તે કેવળ સમુદ્રમાં થયેલા ગોતીર્થ આદિમાં ૨હેલા કમળના ઝાડની નાલની અપેક્ષાએ હજા૨ યોજનથી વધારે છે.
શંકા :- યદિ પર્યાપ્ત અને અપર્યાપપ્ત રૂપે • અવગાહના કહેવાતી હોય તો ના૨ક અને અસુરકુમારદ દેવોમાં પણ પર્યાપ્ત અને અપર્યાપ્તની ભેદ રેખા શા માટે નહિ ? જવાબમાં જાણવાનું કે તે બધાય લબ્ધ પર્યાપ્તથી, પર્યાપ્ત જ હોય છે માટે તેઓમાં અપર્યાપ્ત લક્ષણનો અભાવ છે અથવા સૂત્રગત વિચિત્ર હોવાથી ના૨ક અને અસુરકુમારોને અપર્યાપ્તમાં ગણ્યા નથી.
બે ઈન્દ્રય જીવોની, સામાન્ય, અપર્યાપ્ત અને પર્યાપ્ત આ ત્રણે સ્થાને અવગાહના વિચારવાની છે. કેમ કે બે ઈજયાદ છવો સૂક્ષ્મ હોતા નથી. માટે બે ઈન્દ્રયની બાદ૨ અવગાહના સ્વયંભૂરમણાટ સમુદ્રોમાં થનારા શંખના જીવોની અપેક્ષાએ બા૨ોજનની જાણવી. એટલે કે શંખો