________________
૨૩
તેમ યુવાન માણસ વૃદ્ધનો ભાવ અને વૃદ્ધ માનવ યુવાનનો ભાવ સ્વીકારે, આ રીતે રૂપનું પરિવર્તન અને ભાષાની વિત્તિ બીજાઓને હસવાનું કા૨ણ બને છે. ગાંડાઘેલા વેષ પહેરે કે બનાવટી દાઢી મૂછ લગાવીને વૃદ્ધ બનવાનો પ્રયત્ન કરે, ત્યારે પણ જનતા હસ્યા વિના રહેતી નથી. પોતાના પેટને માટે બીજાઓને હસાવનારા માણસોને જોઈએ ત્યારે કાં તો રૂપ પરિવર્તન, કાં તો અવસ્થાનું પરિવર્તન, કાં વેષનું પરિવર્તન અને ભાષાના પરિવર્તન દ્વારા પણ બીજાઓને માટે હસવાનું કા૨ણ બને છે. કોઈક સમયે બોલવાની પદ્ધતિ જ તેવી હોવાના કા૨ણે સામેવાળાઓને પેટ પકડીને હસાવ્યા વિના રહેતો નથી. આંખના, હાથના અને શ૨ી૨ના તેવા પ્રકા૨ના સંચાલન પણ હાસ્ય૨સનું કા૨ણ બને છે. અથવા ગમે તે કા૨ણે હસવું-પેટ પકડીને હસવું તે હાસ્યરસનું ફળ છે.
(૮) કરુણરસ :- પોતાના પ્રીતિપાત્ર માણસનો વિપ્રયોગ તેનો વધ, ર્ગાધ અથવા તેને બાંધવામાં આવ્યો હોય અથવા તેનો િિનપાત થયો હોય ત્યારે તેવા પ્રકા૨ની અવસ્થામાં ફસાયેલા પ્રેમીને જોઈ કરૂણાની લાગણી ઉદ્ભવ્યાવિના રહેતી નથી, તથા શોક સંતાપ ક૨વો રોવું, જો૨જો૨થી ોવું, ચહેરો ક૨માઈ જવું આ બધા કણ ૨સના ચિહ્નો છે.
પોતાના પતિના વિયોગમાં ર્નામત બાળાને જોઈ કોઈક