________________
૨૨
(૬) બીભત્સ :- બીજાના શરીરમાંથી નીકળતાં, મૂત્ર, વિષ્ય, ગળામાંથી બહાર આવતો કફ, નાકની લીટ, મરેલા માનવનું મડદું, આદિ ગંદા અત્યન્ત ગંઘ પદાથેન જેવામાં આવે અને વારંવાર જોવામાં આવે ત્યારે તેની દુર્ગધથી નિપ્પા ૨૨ બીભન્સ કહેવાય છે, તેના નિર્વેદ અને
અવિહિંસા આ બે લક્ષણો છે. તેમાં નિર્વેદ એટલે ઉદ્વેગ, ધૃણા, જુગુપ્સા વગેરે જાણવા અને અહિંસા એટલે કે બહા૨ની ચામડીથી સુંદર દેખાતાં આ શરીરમાં જે કંઈ છે તે બધાય પદાર્થો ગંદા છે. અથવા મોઢા દ્વારા ખાધેલા અમૃત જેવા પદાર્થોન દુર્ગન્ધમય બનાવી દે છે. આવી વિચારણા થતાં જ ભાગ્યશાળી આત્મા હિસાદ પાપોથી જેમ બને તેમ નિવૃત્તિ લેશે. તથા સર્વે પાપોનું અનિષ્ટોનું મૌલિક કારણ શરી૨ છે. જે કષાયફ્લેશોનું ઘર છે. માટે પાપના ભરેલા, પાપોને ક૨ના૨ા, વધારનારા છેવટે દુર્ગતિમાં પટકી નાખનાશ શરી૨ ઉપ૨ની સપૂર્ણ મૂચ્છનો ત્યાગ કરી મુકતનો માર્ગ શા માટે સ્વીકાર ન ક૨વો ? આવી ભાવનાથી કેટલાક ભાગ્યશાળીઓ સંસા૨ને છોડી દે છે. કેમ કે શરીર સાથે લાગેલી બધી ઈન્દ્રિયો પણ અશુચિમય છે. અને અશુચિ પદાર્થોને બહાર લાવના૨ છે.
(૭) હાસ્યરસ :- નાટકના વિદૂષકની જેમ બીજાઓને હશાવવા માટે, પોતાના રૂપનું પરિવર્તન કરે, જેમ પુરૂષ ગમે તે કારણે સ્ત્રીનું રૂપ અને સ્ત્રી પુરૂષનું રૂપ સ્વીકારે.