________________
૨૬૭
પ્રશાન્તરશની પ્રાપ્તિના મૂળમાં વિષયવાસના તથા કષાયોનો ક્ષય કે ઉપશમન, મનનું મારણ, ભોગ લાલસાનું તાડન, ૨હેલૂં હોવાથી જીવનનાં અણુ અણુમાં આ ૨શની પ્રાપ્ત થાય છે. અને જેઓ પ્રશાન્ત હોય તે બીજાઓને પણ પ્રશાન્ત કરે છે ત્યારે.
प्रशमरसनिममं दृष्टियुग्मं प्रसन्नम् । वदन कमलमंकः कामिनी संग शून्यः । करयुगमपि यत्ते, शस्त्रसम्बन्धवन्द्यः । तदसि जगति देवो वीत्तरागस्तत्वमेव ।
દશ નામ :- આ પ્રમાણે છે – ગૌણ, નગૌણ, આદાનપદ, પ્રતિપક્ષપદ, પ્રધાનતા, અનાદિકસિદ્ધાન્તન, નામેન અવયવેન સંયોગેણે અને પ્રમાણેન, હવે તેનો સત્યાર્થ જાણીએ.
(૧) ગૌણ નામ :- ગુણોવડે નિપન્ન હોય તે ગૌણનામ
છે. જે અનેક પ્રકારે છે. જેમ કે જે ક્ષમાગુણને ધારી રાખે છે. તે ક્ષમણ છે અર્થાત્ ક્ષમાલક્ષણ ગુણ વડે બનેલો આ શબ્દ છે. જે તપે તે તપન (સૂર્ય) છે. તપન લક્ષણ ગુણ વડેતપન શબ્દ બન્યો છે. જલતીતિ જવલન અને બીજાને પવિત્ર કરે તે પવન આદિ શબ્દો ગુણોથી બનેલા હોવાથી યથાર્થ છે.