________________
વૃઇસ્ત્રીને પણ કરૂણા આવે છે ત્યારે તે વૃદ્ધા તે બાળાને કહેશે કે બેટી ! તારું મોઢું કરમાયેલું છે. કેમ કે આ નાની ઉમ્રમાં તારા પતિનો વિયોગ તારે સહન કરવો પડે છે. એમ બોલતી વૃદ્ધાની આંખે પણ આંસુ આવે છે. ઈત્યાદ કરૂણરસનું કારણ છે. કથા લેખક માણસ પણ કોઈક સમયે પોતે જે કથા લખી રહ્યો છે. તેમાં વિયોગાદ વાતોને લખતાં લખતાં લેખક પણ જોવા બેસે છે. તે કથાને વાંચનારાઓ પણ રોવા બેસે છે. આ બધા કરૂણરસના પરિપાક છે.
(૯) પ્રશાક્તરસ :- હિસાદ દોષોથી સમજદારી પૂર્વક જેઓ રહિત થયા છે. તેમનાં જીવનમાં પાંચે ઈન્દ્રિયોના વિષયોની ઉત્સુકતા પણ નિવૃત થઈ ગઈ હોવાથી બાહ્યભાવોનો ત્યાગ કરીને પોતાના આત્મામાં સ્થિર થયેલા મહાપુરૂષોની આંખોમાં ક્રોધાદિના વિકારો શાન્ત થઈ ગયા હોય છે. તે પ્રશાન્ત૨સ છે. અર્થાત્ સર્વથા નિર્વિકાર અવસ્થાને પ્રશાન્તરશ કહેવાય છે. પ્રશાન્ત મુખના સ્વામી કોઈક મુનિને જોઈ શમીપમાં બેઠેલા ગૃહસ્થો આ પ્રમાણે બોલે છે કે શાન્ત સ્વભાવી સમાધા૫ન આ મુનિરાજને જુઓ તો ખરા ! તેઓ કેટલા બધા શાન્ત છે. ભૂક્ષેપમાં વિકા૨ નથી. બોલવા ચાલવામાં પણ ક્યાંય વિકાર નથી. આવો નિર્વિકા૨ ભાવ જ પ્રશાન્તરશનો જનક છે. આ નવે ૨શોમાં વી૨ અને પ્રશાન્તા જ કલ્યાણકારી હોવાથી ગ્રાહ્ય અને ઉપાય છે.