________________
૨૫૯
ઉપ૨ પ્રમાણેના નિમિત્તો કામ દેવને ભડકાવવાના ચિહ્નો છે. ફળ સ્વરૂપે જૂદા જૂદા શણગારો, મેપો, વસ્ત્ર પરિધાનો, કમ૨ ૫૨ લટકેલા કંદોરાને હાથમાં લઇ ૨માડવાની. માથાના ચોટલાને વારેવારે ખંભાપર ફેરવતાં રહેવું આંખોને નચાવવી મીઠું મીઠું હસવુ, આદિ પ્રકારો મનુષ્યના જીવનને મોહિત ક૨ના૨ા છે. રૂપવાન યુવાનને જોઇ શ્યામા એટલે કુમારી કન્યા અને કન્યાને જોઈ પુરુષને ચેષ્ટાઓ ક૨વાની તમન્ના થશે.
(૩) અદ્ભુત ૨૨- આશ્ચર્ય જનક, ક્યારેય ન થયેલી અથવા બે ત્રણ વા૨ જોયેલી વસ્તુને ફરી ફરીથી જોતા જ મોઢામાંથી અદ્ભુત અદ્ભુત શબ્દો સ૨કી પડે છે. તેમાં મનગમતી વસ્તુ હોય ત્યારે હર્ષનો અતિરેક અને અણગમતી હોય ત્યારે વિષાદનો અતિરેક થાય છે.
આ સંસા૨માં બાહ્ય સાધનોથી ઉત્પન્ન થયેલી અદ્ભુતતા ક૨તા પણ જનેશ્વ૨ દેવના વચનોથી રિક્ત બીજું શું હોય ? અર્થાત્ કામદેવના નશામાં બેભાન બનેલાને બ્રહ્મચર્યના માર્ગે લાવના૨ ધિઓના ક્રોધને લોભિઓના લોભને દૂ૨ ક૨વામાં જિનવચન સિવાય બીજી કોઈ પણ વસ્તુ અદ્ભુત છે જ નહીં. જેનાથી જીર્વાદનું સૂક્ષ્મમાં સૂક્ષ્મજ્ઞાન, તે અદ્ભુત કહેવાય છે.
૫૨માણુ સૂક્ષ્મ છે, રામ રાવણ યુદ્ધ વ્યર્વાહત છે.