________________
૧૩૫
છતાં પણ પોતાની મર્યાદાની રેખાને કોઈ કાળે પણ ઓળંગી શકતું નથી માટે ૨૪ તીર્થંકશે, ૧૨ ચક્રવૂર્તિઓ, ૯ વાસુદેવો, ૯ પ્રતવાસુદેવો, અને ૯ બલદેવો આ સંખ્યા નિર્ધારિત છે. કોઈના પણ ડમરૂથી કે જગદમ્બાઓના ત્રિશૂલ, બાણ, ગઇ આદિ શસ્ત્રો દ્વારા પણ તેમાં ફેરફાર થઈ શકે તેમ નથી. બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, અને ચક્રવર્તિઓરાજા – મહારાજાના અવતાર હોય છે. તેમાં પણ બલદેવ કે ચક્રવર્તિઓ સંયમ (શર્વવત) પણ સ્વીકારે છે અને ચારેત્રના પ્રભાવે ધાતકર્મનો ક્ષય કરી કેવલજ્ઞાન પામે છે અન્યથા દેવગતિ તો જરૂ૨ પામે છે. બલદેવ કે ચક્રવર્તિઓ સંયમ સ્વીકારી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે તો પરમાત્મ પદના માલિક બનવા માટે હકદાર છે. જયારે તીર્થંકરો દેવાધિદેવ જ હોય છે. વર્તમાનભવથી ત્રીજા ભવે વિશતિ થાનકોની અભૂતપૂર્વ આરાધનાથી તથા તે પદોના તે તે ગુણોને આત્મસાત્ કરવાના ઉત્તમોત્તમ ભાવથી દેવગતિ અથવા ક્ષાયિકામ્યકત્વ પહેલા ચંદે ન૨કાયુષ્ય બાંધ્યું હોય તો નરકગતિમાં જાય છે અને ત્યાંથી નીકળીને ઉત્તમોત્તમ ક્ષત્રીય વંશમાં મનુષ્યાવતાર પામે છે. જન્મતાં જનિર્મલતમ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના માલિક હોવાથી સંસારની માયામાં ફસાયેલા ભવ્યાત્માઓના ઉત્કર્ષ માટે, તેમના કલ્યાણ માટે જ ભાવદયા થી પ્રેરાઈને સંયમ સ્વીકાર કરે છે, કાયાની માયા પ્રત્યે પણ સર્વથા ઉદાસીનતા કેળવીને સાત્ત્વિક તપશ્ચર્યારૂપી અગ્નિમાં ધાતિકમાંના મૂળીયા બાળી