________________
૨૦૮
અર્થવાળી દશ પ્રકારની સમાચારીની ચર્ચા છે. તે આ પ્રમાણે ઈચ્છાકાર, મિથ્યાકા૨, તથાકાર, આવશ્યકી, નૈર્ષોધકી, આપૃચ્છના, પ્રતિ પ્રચ્છન્ના, છન્દના, નિમંત્રણ, ઉપરાષ્પદા.
માનરાક, આત્મક, કયક અને વાચક જીવનમાં સભ્યપુરૂષોને શોભે તેવું વિનયવિવેક પૂર્ણ આચરણ કરવું તેને સમાચારી કહેવાય છે.
અરિહંત પરમાત્માઓના શાસનની આ જ વિશેષતા છે કેછાસ્થ મુનિ, મોહનીય કર્મ, જ્ઞાનાવરણીય કર્મ અથવા મતિજ્ઞાનાવરણીય કર્મોના કારણે ગમે ત્યારે પણ ભૂલ કરી બેસશે ભૂલો થાય તે વાંધાજનક નથી. કેમ કે સત્તામાં ૨હેલા કર્મોનો ઉદયકાળ આવ્યા વિના રહેશે નહિ. પણ ભૂલોને પ્રમાર્જિત કરવી કે ન કરવી ? તે ખાશવિચારણીય પ્રશ્ન છે. જૈન શાસનનું માનવું છે કે, પ્રાર્ધાચત્ત, આલોચના અને છેવટે દંડ ભોગવ્યા વિના કરેલા અપરાધો, કરાવેલા પાપો અને અનુમોદેલી પાપચેષ્ટાઓના સંસ્કાશે આત્માથી લાંબા કાળ પણ છુટવાના નથી. તેમ છતાં આત્માને જયારે ભાન થાય કે પ્રમાદ, કષાય અને મન-વચન-કાયાની દુષ્ટ ચાલને લઈ, મહાવ્રતોમાં લાગેલા અતિચારોનું પ્રાયશ્ચિત્ત કરીને શા માટે શુદ્ધ ન થાઉ ?
આત્માને શપૂર્ણ શુદ્ધ બનાવવાને માટે, દશ