________________
લાવના૨ છે, ભોજન પચાવના૨ તથા ખોરાકની રૂચિને વધારે છે, પ્રતિ લોમ બનેલા વાયુને અનુલોમ કરે છે. ૫) મધુ૨સ-મીઠોરસ - પિત્ત, વાયુ અને વિષને મટાડે છે, ઘાતુઓની વૃદ્ધિ કરે છે, જીવન આપે છે, વૃદ્ધ, જુવાન અને બાળને ર્સાક્તપ્રદ છે.
૨૧૮
બીજા સ્થળે લવણ ૨સ પણ આહા૨ને પચાવે છે, ભોજનમાં સ્વાદુતા લાવે છે છતાં પણ મધુ૨૨૪માં તેને સમવિષ્ટ કર્યો છે.
કર્કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ,
સ્પર્શ
રૂક્ષ.
-
પર્યાયનામ અનેક પ્રકારે છે. એકગુણ, બેગુણ, ત્રણગુણ, દશગુણ, સંધ્યેય, અસંખ્યેય અને અનન્તગુણ કૃષ્ણ. તેવી રીતે બીજા વર્ણોમાં પણ જાણી લેવુ. મતલબ કે કોઈક પદાર્થમાં, એક પૈસા જેટલો કૃષ્ણ, કોઈમાં બે પૈસા જેટલો, યાવત્ કોઈમાં કાળોરંગ સો પૈસા જેટલો હોય છે, કા૨ણ કે બધાય કાળાંશો, પીતાંશો, ૨તાંશો, શુકલાંશો માં કૃષ્ણત્વ, પીતત્વ, ૨ક્તત્વ કે શુકલત્વ એક સમાન હોતા નથી. માટે જ વર્ણને લઈને દ્રવ્યોમાં પણ ફે૨ફા૨ થાય છે અને તે તે નામે સંબોધાય છે. તેવી રીતે બંને ગંધોમાં, આઠે સ્પર્શોમાં પણ તા૨તમ્ય ભાવ જાણી લેવો.
૫૨માણુમાં પણ વર્ણ એક, ગંધ એક, ૨સ એક,