________________
૧પ૧
મારવી અને મારી બેટીએ તેમ કર્યું છે, માટે તમારે શેષ ક૨વાની જરૂર નથી, આવી રીતે મીઠ્ઠા વચનોથી જમાઈને રાજી કરી ઘેર આવી. આપણે જાણી શકીએ છીએ પુત્રીઓને આવી શિક્ષા દેવી તે માતા પણ અપ્રશસ્ત છે અને તેની ચાલાકી પણ અપ્રશસ્ત છે.
ગણકાની કથા આ પ્રમાણે છે. ચોસઠ કળાઓને જાણનારી એક ગણકાએ પોતાને ત્યાં આવનારા કામુકોના ભાવને જાણવા માટે પોતાના રંગમહેલની ભીંતો પર પોતપોતાના જાતસ્વભાવ પ્રમાણે રતિક્રીડા કરનારા રાજપૂત્રોના ચિત્રોને ચિંત્રિત કરાવ્યા, જેથી ગણકા જાણી શકે કે, આ કામુક કઈ રીતે શતક્રીડા ક૨વામાં હોંશિયાર છે, જેથી ગણિકા પણ તેને લાયક ચેષ્ય કરતી અને આવનાશે કામુક જે પ્રમાણે રાજીરાજી ૨હેતો તેવા પ્રકારનો વ્યવહા૨ ગણકા કરતી હતી અને ભોગવિલાશોના ૨૨ માણનારા તેઓ ગણિકાના માંગ્યા પ્રમાણે ધન આપી ઘેર જતા હતાં. આ રીતે કામુકોના ભાવ જાણવા માટે ગણકાએ જે ઉપક્રમ કર્યો તે સર્વથા અપ્રશસ્ત હતો.
અમાત્યની કથા આ પ્રમાણે છે. એક રાજા પોતાના અમાત્ય (મંત્રી) સાથે અશ્વ પર બેસી ફરવા ગયો, એક
સ્થાને ઉભા રહેલા ઘોડાએ મૂત્ર કર્યું, પણ ઘણો ટાઈમ થવા છતાં પણ તે મૂત્ર સૂકાયું નથી. ફરી ફરીને રાજા પાછો તે સ્થાને આવ્યો. હજી પણ મૂત્ર સૂકાયા વિનાનું તેમ જ