________________
૧૫૨
હતું, ત્યારે રાજાના મનમાં આવો વિચાર આવ્યો કે, આ
સ્થળે તળાવ બનાવી શકાય તો સારું રહેશે. રાજાજી ઘેર આવ્યા પણ મંત્રીજીએ રાજાની ચેષ્ટાઓથી જ તેમનો અભિપ્રાય જાણી લીધો હતો અને તે જ સ્થળે સારામાં સારું તળાવ તૈયાર કરાવ્યું, પાણી પણ સ્વચ્છ અને સ્વાદુ પ્રાપ્ત થયું છે. કોઈક સમયે રાજાજી ફરીથી તે ૨૨તે જ ફરવા નીકળ્યા છે અને તળાવને જોઈ મંત્રીઓને પૂછયું, 'આ કોણે બનાવડાવ્યું છે ?' જવાબમાં મંત્રીજીએ કહ્યું કે, 'આપશ્રીએ જ આ તળાવને બનાવડાવ્યું છે. પછી તો મંત્રીએ બધી વાત કરી અને રાજા પ્રસન્ન થયો. રાજાએ બુદ્ધિવંત મંત્રીના પગારમાં વધારો કર્યો.
આ પ્રમાણે આ ત્રણે ભાગ્યશાળીઓ પા૨કાનો અભિપ્રાય જાણી, જીવનમાં સારી કમાણી કરી શકયા છે. પ૨જુ જાણવાનું સ૨ળ ૨હેશે કે આ પ્રમાણે બીજાઓના અભિપ્રાય જાણ્યા પણ તેનું ફળ કેવળ સંસા૨ના મૂળીયા દઢ કરવા શિવાય બીજો કયો ફાયઘે ?
આધ્યાત્મિક જીવનની કમજોરીવાળા માનવને કદાચ પૂર્વભવીય પુણ્ય કર્મનો સથવારો મળી જાય અને જગતના જીવોને, આશ્ચર્ય, મહાઆશ્ચર્ય પમાડે તેવી વિદ્યાઓ, લબ્ધઓ કે હાથની ચાલાકીઓ પ્રાપ્ત થાય, તો પણ થોડીવા૨ને માટે, માનવમાત્ર આંખ બંધ કરી, પોતાની છાતી પર હાથ મૂકી વિચારે કે આવી લબ્ધઓ કે