________________
૧૫૯
કેવળ દ્રવ્યને જ માનનારા એટલે કે પદાર્થ માત્ર પર્યાયાત્મક હોવા છતાં પણ તેમાં કેવળ દ્રવ્યત્વની વિચારણા કરનારા દ્રવ્યસ્તક છે. અને કેવળ પર્યાયોને આંખો સામે રાખીને . તેની દષ્ટિએ પદાર્થને માનનારા પર્યાયાતક નય છે.
આદિના ત્રણ એટલે નૈગમ-સંગ્રહ અને વ્યવહાર, કેવળ દ્રવ્યને લક્ષ્યમાં રાખીને, કે દ્રવ્યની અપેક્ષા રાખીને વાત કરે છે – એટલે દ્રવ્યસ્તક કહેવાય છે. જયારે બાકીના ચારે નયો પર્યાયો પૂરતી જ વાત કરતા હોવાથી પર્યાયાતક કહેવાય છે...
દ્રવ્યાપ્તક નય પણવિશુદ્ધ અને શુદ્ધ રૂપે બે પ્રકારે છે. કેમ કે મૈગમ અને વ્યવહાર, અનન્ત પ૨માણુઓથી લઈ અનન્ત કયણુકાદિ પર્યન્ત અનેક વ્યકૃત્યાત્મક તથા કૃષ્ણાદિ અનંત ગુણો તથા ત્રિકાળ વિષયક દ્રવ્યને માનતા હોવાથી તે અશુદ્ધ છે. અર્થાત્ આબંને નયોનો વિસ્તાર ઘણો હોવાથી તે અશુદ્ધ છે, જયારે સંગ્રહ નય પ૨માણ આદિને તથા તેમાં રહેલા ગુણાદના વિભાગને ગૌણ માને છે. માટે તે શુદ્ધ છે, કેમકે અનેકતા આંદના સ્વીકાર રૂપ કલંકથી અકલંકત હોવાથી સંગ્રહ નય શુદ્ધ છે.
આ સૂત્રમાં દ્રવ્યાનુપૂથ્વીનો વિચાર પ્રકાન્ત છે માટે દ્વવ્યાતકનય ના મતથી તેની ચર્ચા થશે.