________________
૦૧૮
આમાં પણ ત્રણ ભેદ પૂર્વાનુપૂર્વી, પચાનુપૂર્વી અને અનાનુપૂર્વી રૂપે ત્રણ પ્રકાર જાણવા. અધોલોક, તિર્યશ્લોક અને ઉર્ધ્વલોક પૂર્વાનુપૂર્વી છે. વિપરીત પચ્ચાનુપૂર્વી છે.
દ્રવ્યાનુપૂર્વીના અંધકારમાં ધર્માસ્તિકાયદે પદ્ધવ્યોનું વર્ણન કર્યા પછી, ક્ષેત્રાનુપૂર્વીમાં ક્ષેત્રને લઈ અધોલોક, તિર્યલોક અને ઉર્ધ્વલોકનું વર્ણન કરવામાં આવશે. જે લોક ૧૪ ૨જજુ પ્રમાણ લાંબો, પંચાસ્તિકાયમય, લોકના ત્રણ વિભાગ છે. તેમાં ૨ક્તપ્રભા પૃથ્વીના બહુમભૂભાગવાળા મેરૂપર્વતના મધ્યભાગના મધ્યમાં આકાશના બે બે પ્રતરો છે તેમાંથી એક પ્રત૨માં આઠ પ્રદેશી રૂચક છે. તે પ્રત૨ના મધ્યે નીચેના પ્રત૨થી લઈ નવશો યોજન છોડીને કંઈક વધારે સાત ૨જજુ પ્રમાણ અધોલોક છે. કેવળ, કેવળી પરમાત્માની બુદ્ધિથી જાણી શકાય તે લોક છે. લોકની નીચે રહેલો હોવાથી અધોલોક કહેવાય છે અને રૂચક પ્રત૨ના બીજાની મધ્યે ઉપ૨ના પ્રત૨થી લઈ નવશો યોજન પાર કર્યા પછી કંઈક ઓછા સાત ૨જજુ પ્રમાણ છે. તે ઉર્વીલોક કહેવાય છે. જયારે બંનેની વચ્ચે તિર્યલોક આવેલો છે. આ બધી વાતો મારા લખેલા ભગવતી સૂત્ર સાર સંગ્રહમાં સારી રીતે ચર્ચાઈ છે. ગુણસ્થાનકોમાં જેમ જધન્યગુણસ્થાનક મિથ્યાદષ્ટનો મનાયો છે. તેવી રીતે ત્રણે લોકમાં અધોલોક હીનપરિણામી હોવાથી સૌથી