________________
૧૯૯
પહેલા તેને મૂક્યો છે. તેમાં આનુપૂર્વી પ્રમાણે અધોલોકમાં રત્નપ્રભાપૃથ્વી, શર્કશપ્રભાપૃથ્વી, વાલુકાપ્રભાપૃથ્વી, પંકપ્રભાપૃથ્વી, ધૂમપ્રભાપૃથ્વી, તમ:પ્રભાપૃથ્વી અને તમતમા પૃથ્વીઓ છે. આ સાત મિઓ ન૨કર્ણામઓ તરીકે પ્રસિદ્ધ છે. તેની વિશદવ્યાખ્યા ભગવતી સૂત્ર સાર સંગ્રહમાંથી જાણવી.
તિર્યશ્લોક ક્ષેત્રાનુપૂર્વી આ પ્રમાણે છે તે પ્રથમ આટલું જાણવાનું કે, બધાય ક્ષેત્રો અને સમુદ્રોની વચ્ચે થાલીના આકા૨ જેવો જમ્બુદ્વીપ આવેલો છે, ત્યા૨ પછી ઠેઠ સ્વયંભૂરમણ સમુદ્રસુધી વલયાકારે અર્થાત્ સ્ત્રી પોતાના હાથે જે ચૂડી પહેરે છે તે ગોળાકારે અને વચ્ચે પોલાણવાળી હોય છે માટે થાલીના આકાર જેવા જમ્બુદ્વીપને લવણસમુદ્ર ચારે ત૨ફથી વીંટાઈને ૨હ્યો છે દ્વીપનો અર્થ આ પ્રમાણે છે, તિર્યંચ તથા મનુષ્ય પ્રાણીઓને સ્થાન દેનાર, આહા૨ દેનાર, આદિ હેતુઓ વડે પ્રાણીમાત્રની રક્ષા કરે તેને દ્વીપ કહેવાય છે અને મર્યાદામાં ૨હેલો હોવાથી સમુદ્ર કહેવાય છે, જેમાં પ્રચુર જળ હોય છે.
દ્વીપસમુદ્રોના નામો નીચે પ્રમાણે છે અને એક એકથી દ્વિર્ગુણત જાણવા.
જમ્બુદ્વીપ, લવણસમુદ્ર, ઘાતકીખંડ, કાળોઈધે, પુષ્કરદ્વીપ, પુષ્કરોદસમુદ્ર, વરૂણ દ્વીપ, વારૂણોદસમુદ્ર,