________________
૧૮૬
જ ૨હેવા પામે છે. કારણ કે પુદ્ગલોનો સ્વભાવ જ તેવા પ્રકા૨નો નિયત થયેલા છે. અલ્પ બહુત્વ.
આનુપૂર્વીઆદ દ્રવ્યો, દ્રવ્યાર્થતા પ્રદેશાર્થતા ને મિશ્રણાર્થતાની અપેક્ષાએ કોણ કોણાથી અલ્પ, બહુ અને તુલ્ય છે ? સૌથી પ્રથમ દ્રવ્યાર્થતાની અપેક્ષાએ જવાબમાં કહેવાયું કે નૈગમ વ્યવહા૨ નય ના મતે અવક્તવ્ય દ્રવ્યો બીજા કરતા અલ્પ છે, અનાનુપૂર્વી દ્રવ્યો વિશેષ અધિક છે. કારણ કે વસ્તુ સ્થિતિનો સ્વભાવ જ તેવા પ્રકારનો છે. આગમમાં પણ કહેવાયું છે કે, હે ગૌતમ! "દ્ધિપ્રદેશિક શ્કન્ધોથી પરમાણુ પુદ્ગલો વધારે છે, અને તેનાથી પણ આનુપૂર્વી દ્રવ્યો અદાંપેય ગુણા છે. કેમ કેપ્રિર્દેશકમાં બે પરમાણુ જ હોય છે અને અનાનુપૂર્વીમાં કેવળ એકજ પરમાણુ હોય છે. એટલે અવકુતવ્ય અવકતવ્યત્વમાં અને અનાનુપૂર્વી કેવળ અનાનુ પૂબ્ધિત્વમાં સ્થાન મેળવે છે. જયારે આનુપૂર્વીમાં ચાવત્ અનન્ત પરમાણુઓનું પણ સ્થાન છે.
પ્રશ્ન તો પછી તેમને અસંખ્યેય ગુણા કહ્યાં તેના ક૨તા અનન્ત ગુણા શા માટે કહ્યાં નથી ? જવાબમાં જાણવાનું કે અનન્ત પ૨માણુઓના સ્કન્ધો અનાનુપૂર્વી દ્રવ્યો ક૨તા પણ અનન્તમે ભાગે છે.