________________
૧૩
દેખાય છે કેયદ અધર્માસ્તકાયને ન માનીએ તોપદ્ધશિલા પ્રાપ્ત જીવની ગતિને રોકનાર કોઈ ન હોવાથી તેની ગતિ અલોકાકાશમાં થઈ જશે. અર્થાત્ સિદ્ધના જીવોને કયાંય પણ સ્થિર રહેવાનો અવકાશ રહેશે નહીં અને લોકાકાશ - અલોકાકાશમાં જ ભ્રમણ કરતાં રહેશે. જે જૈનશાસનને મુદ્દલ માન્ય નથી. આ કારણે જ ધર્માસ્તિકાય અને અધર્માતકાયની મર્યાદા, લોકાકાશના અન્તમ ભાગ સુધી જ માન્ય છે. આનાથી આગળ જીવો અને પુગલો જઈ શકતા નથી.
બીજી વાત આ છે કે આ બંને દ્રવ્યો ન માનીએ તો જીવો અને પુદ્ગલો ધર્માસ્તિકાયના સહકારથી અલોકાકાશમાં જતાં લોક એટલે દશ્યમાન લોક એકદિવસે જીવ અને પુદ્ગલ રહિત થતાં મોટામાં મોટુ નષ્ટ થશે. પણ આવું કોઈ કાળે બન્યું નથી. બનવાનું નથી. માટે જ સંસા૨ની વ્યવસ્થાનને વાંધો ન આવે તે માટે આ બંને દ્રવ્યો કેવળજ્ઞાની દષ્ટ હોવાથી માર્ચ ૨હ્યાં છે. કેમ કે કેવળજ્ઞાનના માલિકો-૨હંતપ૨માત્માઓ જ યથાર્થવાદી હોય છે. માટે સંસારગત જીવોને પુગલોને યથાર્થ રૂપે જુએ છે અને પ્રરૂપે છે. અને છધસ્થ પંડિતો, મહાપંડિતો સંસા૨ની યથાર્થતા સુધી પહોંચવા માટે સર્વથા અસમર્થ રહ્યાં છે.