________________
૧૯૪
આ બંને દ્રવ્યો આધા૨ ભૂત નથી પણ આધેય હોવાથી તેમને સ્થાન આપવા માટે આકાશસ્તકાય છે. કદાચ કોઈ કહે કે, આકાશાસ્તિકાયને આઘેય માનીએ અને ધર્માદ બંનેને આધા૨ માનીએ તો શો વાંધો ? જવાબમાં કહેવાયું કે તે બંનેનું કાર્ય ગતિ અને સ્થિતિરૂપે નકકી થઈ ગયું છે. જયારે આકાશનું કામ બધાય દ્રવ્યોને સ્થાન દેવાનું છે. આ રીતે પ્રત્યેક દ્રવ્યને પોત પોતાનું કાર્ય નિયત છે માટે જ સંસા૨ના સંચાલનમાં કયારેય ગરબડ નથી. તેમ ઈશ્વશદિ દેવોનું પણ કંઈ ચાલી શકે તેમ નથી.
ઘટાદજ્ઞાન ગુણ પ્રત્યેક પ્રાણીને સ્વસંવેદનશિદ્ધ હોવાથી જીવનું અસ્વ નિબંધ રિદ્ધિ થાય છે. ભોગવાતા સુખદુ:ખોનો અનુભવ સૌ કોઈને માન્ય છે. અને ભોગવાતાં પદાર્થો પ્રાયઃ કરી જડ છે માટે તેનો ભોગવનાશે ચૈતન્ય
સ્વરૂપી આત્મા છે. પત્થર ઉપ૨ ગમે તેટલું દૂધ નાખીએ અને ગમે તેટલા પ્રયોગો ક૨વામાં આવે તો પણ જડમાં ભોકતૃત્વ આવી શકે તેમ નથી. માટે આત્મા જ ભોકતા છે. આવો અનુભવ જ આત્મતત્ત્વને રિદ્ધિ કરે છે. જ્ઞાનાદિ ગુણો છે માટે ગુણો જ્યાં ૨હે તેવા ગુણીની કલ્પના કરવાની ૨હે છે. કેમ કે જ્ઞાન સ્વયં અમૂર્ત છે. ચૈતન્યસ્વરૂપી છે અને હંમેશાને માટે પાંચે ઈન્દ્રિયોને અપ્રત્યક્ષ છે અને ઈન્દ્રય જડ છે, મૂર્ત છે માટે તે જીવ નથી.