________________
૧૭૫
બ્રહ્માણંડમાં અનન્ત દ્રવ્યો, તે પ્રત્યેકના અનન્ત પ્રર્યાયો, તેના ભૂતભાવી કાળની સ્થિતિ, પરિણતિ અને ભવિષ્યકાળે તે પરમાણુ ની સાથે સંબંધિત થશે આદિ તત્વોને જાણે તે સર્વજ્ઞ છે. શમ્યજ્ઞાનનો ફલિતાર્થ પણ આજ છે કે વસ્તુમાત્રનો નિર્ણય એક જ પ્રકારે નહીં પણ ચારે તરફથી શર્વાગીણ રૂપે કરવાનો રહેશે. જીવ છે તે કેવો છે ? તેના ભેદો કેટલા ? તે એક છે ? અનેક છે ? કે અનન્ત છે ? તે કયા ૨હે છે ? કે આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશોને સ્પર્શ કરે છે ? એક અવતારપછી બીજો અવતાર લેતા કેટલો સમય લાગશે ? ઈત્યાદિ પ્રકારે પણ જીવનું જ્ઞાન મેળવવું તે અત્યન્ત આવશ્યક છે. આજ સુધીમાં અનન્ત જીવોએ કેવળજ્ઞાન મેળવ્યું છે અને તેઓ પ૨માત્મપદને પ્રાપ્ત કરી શક્યા છે. તો પછી પરમાત્મા એકજ શા માટે ? અને તે એકને જ પરમાત્માનો ઠેકો દેવાથી કયો ફાયદો ? ઈત્યાદી પ્રશ્નોના ઉત્ત૨ કેવળજ્ઞાની રિાવાય બીજો કોઈ પણ આપી શકે તેમ નથી. માટે જ અરિહંત પરમાત્માનું સર્વજ્ઞ વિશેષણ સર્વથા સાર્થક છે.
પ્રમાણાર
આનુપૂર્વીઆદ પદોનો પ્રમાણદ્વા૨ વિચારતા કહ્યું કે, પ્રમાણ એટલે સંખ્યા શું તેની સંખ્યા શંખેય છે,