________________
१७५
અસંખ્યેય છે કે અનન્ત છે ? ૫૨માત્મા એ ફ૨માવ્યું કે પ્રત્યેક દ્રવ્યો અનંતની સંખ્યામાં છે, અને તે આકાશના એક પ્રદેશમાં રહે છે. માટે સંખ્યેય અને અસંખ્યય ભેદોને છોડી આનુપૂર્વાંઆદિ અનન્ત છે. આ પ્રમાણે અનાનુપૂર્વી અને અવક્તવ્ય પણ જાણવા પુદ્ગલ ૫૨માણુનું પરિણામ ચિત્ત્વ હોવાથી જેમ એક રૂમમાં હજારો દીવાઓની રોશનીને વાંધો નથી આવતો તેમ અસંખ્યેય પ્રદેશવાળા પુદ્ગલો આકાશના એક પ્રદેશમાં પણ આરામથી રહી શકે છે.
ક્ષેત્રાર
તે દ્રવ્યો લોકના એક સંખ્યાતમે ભાગે, એક અસંખ્યાતમે ભાગે, અથવા ઘણા સંખ્યાતમે ભાગે, ઘણા અસંખ્યાતમે ભાગે, કે સર્વ લોકમાં હોય છે ? આ પ્રમાણે પાંચ પ્રશ્નો છે. જવાબમાં જાણવાનું કે, ત્રિપ્રદેશથી લઈ અનન્ત ૫૨માણુવાળો સ્કન્ધ સામાન્યથી એક દ્રવ્યને આશ્રીને, તેમા પરિણામોની વિચિત્રતાના કારણે કેટલાક લોકના એક સંખ્યાતમે ભાગે એટલે કે સામાન્યથી આકાશના સંખ્યાતમાંભાગને અવગાહી રહે છે. બીજો અસંખ્યેય ભાગને અવગાહે છે. બીજા સંખ્યેય ભાગોને તથા અસંખ્યય ભાગોને અને કેટલાક સર્વ લોકને વ્યાપી ૨હે છે. આ સ્કન્ધ