________________
૧૭૩
પરિવર્તિત થાય છે. આરૂપે પુગલોના સ્કલ્પો પણ અનન્તાન્ત છે.
ઔદારેક વૈક્રિય અને આહા૨કા શરી૨નોને માટે સૂક્ષ્મ ઔદા૨કાદ વર્ગણાઓના પૌદ્ગલક પરમાણુ ઓ કામે આવે છે. આ રીતે ભાષાવર્ગણા, શ્વાસોશ્વાસ અને
સ્થૂળ મન માટે પણ તે વર્ગણાના પુદ્ગલોનો જત્થો ઉપયુકત થાય છે. દરિયાની રેતી કે પહાડના પત્થરમાંથી કોઈનું પણ શરી૨ બનતું નથી અને હજારો પ્રયત્નો કર્યો પણ શરી૨ બનવાનું નથી. પરિવર્તન શીલ આ રાંસા૨ના ક્રમમાં બ્રહ્માજીની, વિષ્ણુજીની, કે શંકરજીના ડમરૂંની પણ દાળ ગળવાની નથી.
આ કારણે જ અતીન્દ્રિયજ્ઞાની તીર્થંકર પ૨માત્માઓ એ કહ્યું કે પુદ્ગલ પ૨માણુઓ અને સ્કન્ધો છે . અને છે જ.
આ પુદ્ગલોમાં પરિણામ પામવાની શક્તિપણનિબંધ છે. માટી દ્રવ્યમાંથી ઘટ, કુંડી આદિ બને છે. પાછા તૂટે છે. અને બીજા આકારે અને નામે આપણી સામે આવે છે, મતલબ કે આકાર વિશેષમાં ૨હેલું દ્રવ્ય તત્ત્વ કયારેય નાશ પામતું નથી છતાં પર્યાયો (આકાશે)ના હે૨ફા૨ને (પરિણમન) રોકવાની શંકત કોઈની પાસે છે જ નહીં.