________________
૧૫૪
શક્તિ વડે પોતાના આત્માને બચાવીને, પ્રશસ્તવિચારોમાં પોતાનું જીવન યાપન કરી, આધ્યાત્મિકતા તરફ આગળ વધશે.
પ્રશસ્ત ભાવોપક્રમ એટલે ? પતિ ગુમા” એટલે કે સમ્યકશ્રુતજ્ઞાનની પ્રાપ્તિ, માટે વૃદ્ધિ માટે અને આવતાં ભવે પણ શ્રુતજ્ઞાનના સંસ્કાશે ટકાવી રાખવા માટેનું નિમિત્ત ગુરૂ આંદોની સેવા . પણ કયા ગુરૂ ? જવાબમાં કહેવાયું છે કે, પંચમહાવ્રતધારી, સમિતિગુપ્ત રૂપ અષ્ટપ્રવચન માતાના ધા૨ક, પૂર્ણ અહિંસક ગુરૂદેવોની સેવા જ પ્રશસ્તભાવોપક્રમ છે. કેમ કે અનાદિકાળના સંસાર ચક્રમાં, મિથ્યાભ્રમ અને મિથ્યાજ્ઞાન વશ નદીઓમાં સ્નાન કરનારા, રાખ ચોળનારા, હિસા પૂર્ણ પંચાગ્નિસાધક સાધુઓની સેવા કરી છે, પણ હિશા, દુરાચાર અને ભોગલાલસાનો ત્યાગ ક૨નાશ જૈન સાધુઓનો સમ્પર્ક આ ભવે જ થવા પામ્યો છે. 'असतो मां सद्गमय, तमसो मा ज्योतिर्गमय भने मृत्यो माँ સમૃતત્તમ એટલે કે અશમાર્ગમાંથી સદ્ધાર્ગમાં લઈ જનાર કોણ ? અજ્ઞાન રૂપી અંધકારમાંથી સમ્યગજ્ઞાનનો પ્રકાશ દેખાડનાર કોણ ? અને હિસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ રૂપ મૃત્યુના મુખમાંથી બચાવીને અહિંસા, સંયમ અને પરૂપ સ્વધર્મમાં સ્થાપન ક૨ના૨ કોણ ?