________________
१५०
જ્યારે સુહાગરાત સમયે તારી પાસે આવે, ત્યારે કંઈક ઘેષ બતાવીને તેના માથા પર જોરથી લાત મારી દેજે અને જે બને તે મને કહી દેજે. માતાની શિક્ષા પ્રમાણે પુત્રીએ પતિના માથા ૫૨ જો૨થી લાત મારી દીધી. પતિદેવ સરળ હોવાથી તરત જ પત્નીનો કોમળ પગ હાથમાં લઈ દબાવવા લાગ્યો અને કહ્યું કે, 'પત્થ૨ જેવા મારા શરી૨ ૫૨ પુષ્પ ક૨તાં પણ મુલાયમ તારા પગને ઈજા થઈ હશે ?' સવારે માતાને ત્યાં આવેલી પુત્રીએ માતાને રાતની વાત કહી, ત્યારે માતાએ કહ્યું કે, ‘બેટી ! તા૨ા ઘ૨માં તું ગમે તે રીતે વર્તશે તો પણ તારો પતિ તને કંઈ પણ કહેવાનો નથી. જ્યારે બીજા નંબ૨ની પુત્રી ૫૨ણી અને પહેલી રાતે પતિને લાત મારી ત્યારે પતિએ થોડો રોષ બતાવ્યો અને 'વિષ્યમાં આવું કરીશ નહીં.' એમ કહી પગ દબાવવા બેસી ગયો. માતાએ કહ્યું કે, ‘પુત્રી ! તારે પણ તિથી ઘણી ચિંતા ક૨વાની જરૂ૨ નથી, છતાં થોડી સાવધાની રાખજે. જ્યારે ત્રીજી છોકરી પરણી. સાસરે આવી અને માતાની ઉધી શિક્ષાને વશ બની. તેણે પણ પતિને લાત મારી. પણ સંસારમાં બધાય પુરૂષો એક સમાન હોતા નથી. ફળસ્વરૂપે, ઘ૨વાળીનો ચોટલો પકડી મા૨ માર્યો, અને રોતા રોતા ઘે૨ આવી માતાને કહ્યું, ત્યારે માતાએ સલાહ આપી કે, 'બેટી ! હવેથી આવું ક્યારે ય પણ કરીશ નહી અને તરત જ જમાઈને ઘે૨ આવીને કહ્યું કે, 'જમાઈરાજ ! અમારી ખાનદાનીનો આ કુળાચા૨ છે કે પ્રથમત્રિએ પતિને લાત