________________
૧૪૯
૭૦)
આગમથી ઉપક્રમ શબ્દના અર્થને જાણવાવાળો અને તેમાં જે ઉપયોગવંત હોય તે ભાવોપક્રમ છે. જયારે નોઆગમથી પ્રશસ્ત અને અપ્રશસ્ત રૂપે બે પ્રકારે છે. અહીં અભિપ્રાય નામે જીવ દ્રવ્યનો જે પર્યાય છે. તેને ભાવશબ્દથી જાણવો. તે સ્વભાવ, શત્તા, આત્મા, યોનિ અભિપ્રાય નામે ભાવના પાંચ નામો છે.
સારાંશ કે- પારકાના અભિપ્રાયરૂપ ભાવને જાણવો તે ભાવોપક્રમ છે. તે અભિપ્રાય પ્રશસ્ત પણ હોઈ શકે છે. તે બંનેને જાણનાશે નોઆગમથી ભાવોપક્રમનો માલિક બનવા પામે છે. સૌ પહેલા પ્રશસ્ત ભાવોને જાણવા કરતાં અપ્રશસ્ત ભાવોને જાણનારાઓના ત્રણ ઉદાહરણ બતલાવ્યા છે. બ્રાહ્મણી, વેશ્યા અને અમાત્યે. જે પ્રકારે બીજાઓના અભિપ્રાયો જાણીને પરિજ્ઞાન મેળવ્યું તે ઉપક્રમ સંસા૨વૃદ્ધિના ફળવાળો હોવાથી અપ્રશસ્ત છે.
એક બ્રાહ્મણીને ત્રણ પુત્રીઓ હતી, તેને આવો નિર્ણય કર્યો કે, મારી પુત્રીઓ પરણીને સુખી બને તે રીતે પુત્રીઓને ઉપદેશ દેવો જોઈએ, જેથી સાસરે ગયા પછી, પ્રથમ સુહાગરાતમાં જ શું બને તેના આધારે પુત્રીઓના સુખ-દુ:ખનો નિર્ણય થઈ શકે. તેવા આશયથી જયારે મોટી પુત્રી વિવાહને લાયક બની અને હસ્તમેળાપ પત્યા પછી શારે જતી પોતાની પુત્રીને કહ્યું કે, “બેટી ! તારો પતિ