________________
૧૪૩
સ્થાપનાદિ ભેદે જૂદા જૂદા અર્થો કરીને ઈષ્ટસિંદ્ધના
અર્થમાં તે શબ્દોનો પ્રયોગ કરવો તે નિક્ષેપ છે. (૩) અનુગમ-સૂત્રને કે શબ્દને અનુકૂળ અર્થમાં જોડવો,
અથવા સૂત્રનું યથાયોગ્ય વ્યાખ્યાન કરવું તે
અનુગમ છે. (૪) નય - જેના વડે, જેનાથી કે જેમાં વસ્તુનો
પરિચ્છેદ-જ્ઞાન થાય તે નય છે. અનન્તધર્માત્મક વસ્તુમાં પોતાને ઈષ્ટ, એકાદ ધર્મનો નિર્ણય કરવો તે નય છે. સારાંશ કે જે ઉપક્રાંત હોય તે નિક્ષેપને યોગ્ય છે અને ત્યાર પછી તે વસ્તુ અનુગમ અને નયને યોગ્ય બનવા પામે છે. આ ચારે બારોમાંથી સૌથી પહેલાં ઉપક્રમ શબ્દનો નિક્ષેપ કરવામાં આવે છે. જે શાસ્ત્રીય અને લોક પ્રશદ્ધરૂપે બે ભેદે છે. તેમાંથી પહેલા લોક પ્રસિદ્ધ ઉપક્રમની ચર્ચા કરાશે.
ઉપમનો નિક્ષેપ :
નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. આ છ પ્રકારે ઉપક્રમનોનિક્ષેપ સમજવો. નામ અને સ્થાપનાનો નિક્ષેપ આવશ્યક શબ્દની જેમ જાણવો. આગમ અને નોઆગમથી દ્રવ્યના બે ભેદ છે. તેમાં જ્ઞ અને ભવ્ય શરીરને છોડી તવ્યતરિક્ત દ્રવ્યોપક્રમ ત્રણ ભેદે જાણવો. તે શચત્ત - ચત્ત અને મિશ્ર આ પ્રમાણે છે. જેમ કે: