________________
૧૪૧
અપૂર્વ જ્ઞાનદર્શન અને ચારિત્રના વધતાં પર્યાયો વડે ભવાટવીભ્રમણ કરાવના૨ કર્મજ્ઞેશોનો વિચ્છેદ કરાવે છે.
આવા સાયિકના ચા૨ અનુયોગદ્વા૨ છે, જેનાથી શબ્દના તíત્ત્વક અર્થનું વ્યાખ્યાન થાય તે અનુયોગ દ્વારો છે. જેમ દ્વા૨ વિનાનો નગ૨, પ્રવેશ અને નિર્ગમ માટે અયોગ્ય છે. એક દ્વા૨વાળા નગ૨માં પ્રવેર્શોનર્ગમ કષ્ટ સાધ્ય છે, તેવી ૨ીતે બે કે ત્રણ દ્વા૨ પણ પ્રવેશ કે નિર્ગમ ક૨વાવાળાઓને માટે સુગમ હોતા નથી જયારે ચા૨ દ્વા૨ હોય ચારે દિશાઓમાંથી આવવાવાળાને અને જવાવાળાને તકલીફ પડતી નથી. આ રીતે સાર્કાયર્કાદ શબ્દોને સમ્યક્ પ્રકારે જાણવા માટે ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય આ ચા૨ ઉપાય છે. આ ચારેના અર્થની સ્પષ્ટતા કરી લઈએ.
-
(૧) ઉપક્રમ આ શબ્દનો અર્થ જૂદી જૂદી રીતે કરતાં ટીકાકા૨ ફ૨માવે છે કે:- નામ સ્થાપર્વાદ નિક્ષેપને યોગ્ય જે વસ્તુ બનવા ન પામી હોય, એટલેકેનિક્ષેપની દૂ૨ ૨હી હોય તેને તે તે પ્રતિપાદન પ્રકારે નજદીક લાવીને નિક્ષેપને યોગ્ય બનાવવી તે ઉપક્રમ છે. કેમ કે :ઉપક્રમાન્તર્ગતના ભેદ્યે વડે વિચારેલી અને નિક્ષેપને યોગ્ય બનાવેલી વસ્તુ જ નામસ્થાપનાદિ નિક્ષેપને યોગ્ય બને છે.