________________
૧૩૯
વૈયાવચ્ચ દ્વારા તેમની ભકિત ક૨વી. કદાચ મૂળ ગુણો બરાબર હોય અને ઉત્તર ગુણોમાં ઉમ૨ આંદના કારણે કમજોરી હોય તો પણ તેમની ભકિત કરવી જોઈએ. કારણ કે ઉત્તરગુણોમાં તો વિચારભેદ, મતભેદ અને સંપ્રદાય ભેદે પણ તફાવત જોવામાં આવી શકે
છે.
(૪) પ્રતિક્રમણ - કદાચ કર્મોના દોષે મૂળગુણોમાં પ્રમાદ શેવાઈ ગયો હોય તો, વૈરાગ્યપૂર્વક અને પવિત્ર ભાવે તે ખલનાઓને, અતિચાશેને, ગુરૂ પાસે આલોચન, પ્રાયશ્ચિત્ત આદિથી તેનું પ્રતિક્રમણ કરી લેવું તે પ્રતિક્રમણ નામનું આવશ્યક છે. (પ) કાયોત્સર્ગ - ચારિત્રરૂપ પુરૂષના શરીરમાં અતિચારરૂપ ભાવઘણ થયું હોય, તેની પ્રાયશ્ચિત્તરૂપ ઔષધથી ચિકિત્સા કરી, આત્મશુદ્ધિ કરી લેવી જોઈએ. (૬) પ્રત્યાખ્યાન - ફરીથી તેવા પામે તેવી ભૂલો થવા ન પામે તે રીતે તે તે માર્ગોન બંધ કરવા જેથી અતિચારોની સંભાવના સમાપ્ત થઈ
ઉપ૨ પ્રમાણે આવશયક, શ્રત અને સ્કન્ધની નિક્ષેપણા કર્યા પછી, તેના અધ્યયનોનો નિક્ષેપ કરવો જોઈએ. પણ તે ઓઘનિષ્પન્ન નિક્ષેપા-અવસરે કરાશે.