________________
૧૩૭
૫૨માત્માનું સ્મ૨ણ પાપરૂપી નાગોને વશ ક૨વામાં સમર્થ છે.
(२) लब्धबोधिविशुद्धिहेतुत्वात्
અર્થાત્ અર્શાદઅનન્ત સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને સમ્યક્ત્વ૨ત્નની પ્રાપ્તિ દુર્લભતમ માનવામાં આવી છે, તો પણ નદીના પ્રવાહમાં ઘસાતા ઘસાતાં પત્થાઓ જેમ ગોળાકારે પોતાની મેળે જ થઈ જાય છે,
તેમ વિશુદ્ધ અધ્યવસાયના કા૨ણે સમ્યક્ત્વપ્રાપ્ત ભાવુક ૫૨માત્માના ધ્યાનથી પોતાના સમ્યક્ત્વને વિશુદ્ધતમ બનાવે છે અને જેમ જેમ તેની વિદ્ધિ થતી જાય છે તેમ તેમ સાધકની કષાય અને વિષયની ભાવના ઘટતી જાય છે અને યથાખ્યાત ચરિત્ર સુધી પણ પહોંચી જવાની લાયકાત મેળવી શકે છે.
(3) पुनबोधिलाभफलत्वात्
વિષય કષાયાધીન બનેલો આત્મા, કદાચ સમ્યક્ત્વભ્રષ્ટ થઈ જાય, તો પણ પ૨માત્માના નામનું ૨ટણ ક૨તાં, અરિહંત ૫૨માત્માઓની મૂર્તિઓનું દર્શન, પૂજન, ૨-મ૨ણ, ધ્યાન અને જાપ ક૨તાં ક૨તાં ફરીથી તે સાધક સમ્યક્ત્વનો માલિક બનવા પામે છે.
(४) सावद्ययोगविरत्युपदेशकत्वेनोपकारित्वात्- "