________________
૧૩૩
માટે ભાવ સામાયિક ધર્મ જ શ્રેષ્ઠતમ ધર્મ છે.
ભવભવા૨ના ફેરા ફરતાં અનેકાનેક મનુષ્ય અવતારમાં ભાવ સામાયિકનો માલિક હું બનવા પામ્યો નથી. માટે મેરૂ પર્વત ઢંકાય તેટલા ઓધા મુહપત્તિ સ્વીકાર કરવા પડ્યા છે, માટે રાધાવેધની જેમ ફરીથી આ ભવે મેળવેલા મનુષ્યાવતારમાં સામાયિકને પવિત્ર રાખવા માટે એટલે કે દશ મનનાં, દશ વચનના અને બાર કાયાના દૂષણોથી દૂર રહેવા માટે સામાયિક દ૨મ્યાન સર્વથા મૌનભાવ રાખીશ. તેવી રીતે આંખને અને કાનને પણ મૌન રાખીશ.
શત્રુરૂના અભાવમાં કે ગુરૂબળની કચ્ચાશમાં કોઈક ભવે વૃત્તિ (માનસિક પરિણામ) સારી રહી હશે તો પ્રવૃત્તિ (શારીરિક ક્રિયા) ખરાબમાં ખરાબ ૨હી હશે. કોઈક ભાવે પ્રવૃત્તિ સારી રહી હશે તો વૃત્તિ-માનસિક પરિણામો ક્રૂર, ઘાતકી, ૨સ્વાર્થી અને વિષય વાસનામય ૨હ્યાં હશે. મતલબ કે વૃત્તિ અને પ્રવૃત્તિને બેઘડી માટે પણ પવિત્ર રાખવા માટે સામયિક ધર્મ જ શ્રેયસ્કર છે.
અનાદિકાળથી પોષાયેલી પરેગ્રહગંજ્ઞામાંથી લોભનામનો રાક્ષસ જન્મે છે. તેની હાજરીમાં મૈથુન સંજ્ઞા ઘટવાની નથી. પરિણામે જીવાત્માને હિંસક જૂઠા અને ચૌર્યકર્મમાં પ્રવેશ કરતાં વાર લાગવાની નથી અને જયારે આ પાંચે ય પાપો ભડકે બળતા હોય ત્યારે માનવ દૂર બનશે પણ દયાળુ નહીં બને, દાનેશ્વરી ન બને, મૈત્રીભાવનો