________________
૪૬
એ તો માન્યા વિના રહેવાશે નહીં કે તે દેશશશેને શખ્યદર્શન રાષ્પન ભાગ્યશાળીઓએ બંધાવ્યા છે. આવી સ્થિતિમાં તેમને મિથ્યાત્વી સમજયાની કે દ્રવ્યપૂજા કરનારા ગૃહસ્થોનેમિથ્યાત્વી, હિશક સમજવાની ઉતાવળ ક૨વાની જરૂર નથી. મૂર્તિપૂજા ના વૈરી દયાનન્દ શરસ્વતીના ભકતો પણ તેમના ફોયેનું બહુમાન કરી માળાઆદિથી સત્કારે છે. મુસલમાનો કે ઈસાઈઓ પણ પોતાની મજીદ કે ચર્ચમાં પણ અમુક આકાશ વિશેષની
સ્થાપના કરે છે. અને તેના પ્રત્યે અતૂટ શ્રધ્ધા રાખીને, દીપ ધૂપ સાથે મસ્તક નમાવીને શ્રદ્ધાપુષ્પ કયાં નથી ચઢાવતાં? છેવટે માથા ઉપર નો હેટ (ટોપો) ઉતારીને પણ તે પૂજય સ્થાનોની અદબ તો સાચવેજ છે.
સ્મરણ, દર્શન અને સ્પર્શન રૂપે ભક્ત ત્રણ પ્રકારે છે. જેમ કે એક પિતાનો પુત્ર, ગમે તે કારણે ઘર છોડી ભાગી જાય છે. ૧૫-૨૦ વર્ષ સુધી ઠામ-ઠેકાણું પણ બાપ(પિતા) મેળવી શક્યો ન હોય. ત્યારે પણ પોતાના પુત્રને યાદ કરી. તેના ગુણોને સ્મરીને પણ ખુશ ક્યાં નથી થતો ? અને એક દિવસ પોસ્ટમેન આવીને તેના પિતાને, પુત્રનો લખેલો કાગળ આપે છે, બેટાના હસ્તાક્ષર જોતાં જ બાપને આનન્દનો પા૨ ૨હેતો નથી. લખ્યા સમય પ્રમાણે મોટર લઈને, બાપ સ્ટેશન પ૨ જાય છે. અને પ્લેટફોર્મ પ૨ ગાડીની રાહ જુએ છે, ગાડી આવે છે. ડબ્બામાંથી પુત્ર