________________
પ0
ભૂતકાળ કે ભવિષ્યકાળે અમુક પર્યાયોમાં પરિણત થવાનું જે કારણ છે. તેને દ્રવ્ય કહેવાય છે, અથવા અત્યારે ઘડો તૈયાર નથી છતાં પણ કુંભારના પરિશ્રમે જે માટીમાંથી ઘડો બન્યો છે બને છે અને બનશે. આ પ્રમાણે ધડાના આકારમાં પરિણત પામવાની યોગ્યતા માટીમાં છે માટે તે દ્રવ્ય કહેવાય છે.
આટલી આનુષંગિક ચર્ચા કર્યા પછી આપણે આવશ્યક શબ્દ જે આ આગમને માટે પ્રસ્તુત છે. તેને દ્રવ્યનક્ષેપે થોડું જાણી લઈએ.
નવા બંધાતા પાપાનો દ્વા૨ બંધ કરી જૂના પાપોને ખંખેરી નાખવા માટે પ્રબળ પુરુષાર્થના સ્વામી બનેલા આત્મામાં જાગૃતિ છે, શ્રદ્ધા છે, મન-વચન અને કાયાથી સશક્ત છે. તો પણ આંત્મક પરિણામોમાં તથા પ્રકારની સ્વાધ્યાય શત, તપશ્ચર્યાનું બળ અને ગુરુકુલ વાસમાં ઘીમે ઘીમે પ્રમાદ, કષાય અને શરીરની વક્રતાનો પ્રવેશ થતાં જ એકાગ્રતા તૂટતી જશે અને તેમ થતાં ની સાથેજ આંખોમાં, કાનમાં, જીભમાં અને સ્પશેયમાં ચંચલતા વંધતી જશે જેના કારણે આત્મા ઉપયોગ ધર્મથી દૂર ને દૂર થતો જશે. કૂળસ્વરૂપે આવશ્યક ક્રિયા કરતો પણ જશે. અને મનજી ભાઈ બેધ્યાનમાં ૪૮ મિનિટ પૂર્ણ કરશે. ભગવાન મહાવીરનું શાસન આવી ક્રિયાને દ્રવ્યક્રિયા કહે છે, કારણ કે ઉપયોગ શૂલ્ય આવશ્યક ક્રિયાઅને